યુકે: 5 મેએ બ્રેન્ટ લંડન કાઉન્સીલની ચૂંટણી, કન્ઝેર્વેટીવ પાર્ટી તરફથી હેતલ ઉપાધ્યાય સહિતના ગુજરાતી ઉમેદવારો મેદાનમાં

 યુકે: 5 મેએ બ્રેન્ટ લંડન કાઉન્સીલની ચૂંટણી, કન્ઝેર્વેટીવ પાર્ટી તરફથી હેતલ ઉપાધ્યાય સહિતના ગુજરાતી ઉમેદવારો મેદાનમાં
Share

હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી હતી. આ દરમિયાન તેઓ ગાંધી આશ્રમ, ગાંધીનગર અક્ષરધામ સહિત અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી અને હાલોલ નજીક જેસીબીના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે બોરીસ જોન્સનના આ ભારત પ્રવાસ પાછળ તેમનું રાજકીય હિત ક્યાંક છુપાયેલું જોવા મળી રહ્યું છે. હાલમાં યુકે ખાતે બ્રેન્ટ લંડન કાઉન્સીલની ચૂંટણીને લઈ ભારે હલચલ ચાલી રહી છે. 5 મેના રોજ યોજાનાર આ ચૂંટણીમાં હેતલ ઉપાધ્યાય સહિત ઘણા ભારતીય ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં જીજ્ઞેશ પટેલ, યશ પટેલ, જેસલ પટેલ, નિમિત સિસોદિયા, રવિ દશાંડી, સુશીલ ડોકવાલ, હરમિત વ્યાસ, સોનિયા માયા ધીમન, હરેશકુમાર ભલસોડ અને સાઇ કાર્તિકનો પણ સમાવેશ થાય છે.

ત્યારે બોરીસ જોન્સનના આ પ્રવાસનો ફાયદો તેમને બ્રેન્ટ લંડન કાઉન્સનીલની ચૂંટણીમાં મળે તો નવાઈ નહીં. કન્ઝેર્વેટીવ પાર્ટી તરફથી કાઉન્સીલની ચૂંટણીમાં ઉભા રહેલ મૂળ ગુજરાતના સુરતની રહેવાસી અને છેલ્લા ઘણા વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલ હેતલની વાત કરીએ તો તેઓ છેલ્લા 9 વર્ષથી ફેલ્થમ નોર્થ – હાઉન્સલો બરોમાં રહે છે. હાલમાં તેઓ પોતાની કન્સ્ટ્રક્શન કંપની અને બિઝનેસ કન્સલ્ટન્સી ચલાવે છે.

રાજકારણમાં આવવાના વિચાર અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, તેઓ લંડનમાં રહીને પોતાના સમુદાય માટે એક વોલિયેન્ટર્સ તરીકે પણ કામ કરી રહ્યા છે. ત્યારે તેઓ કાઉન્સિલમાં સમુદાયના મુદ્દાનું પ્રતિનિધિત્વ કરી શકે અને તેને વધારવામાં નિર્ણાયક ભાગ ભજવી શકે તે માટે તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો અને આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા.

હેતલે જણાવ્યું કે, તેઓ વેલિંગ્ટન ડે સેન્ટરમાં શિવયોગ ફોરમ ચલાવતા હતા અને તે ફોરમના પ્રમુખ હતા. આ દરમિયાન તેમણે વિવિધ સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું અને વિવિધ સ્વૈચ્છિક રીતે સમુદાયની સેવા કરી. હેતલ ઉપાધ્યાયે પોતાના સમર્થકો અને વોટરોને તેમને નડતી સમસ્યાઓનું સમાધાન લાવવા અને સતત તેમના માટે કાર્યશીલ રહેવાની ખાતરી આપી હતી. જે નીચે મુજબ છે.

હું તમારા માટે આખું વર્ષ કામ કરવા માંગુ છું – માત્ર ચૂંટણી સમયે જ નહીં.

શેરીઓ વધુ સુરક્ષિત બનાવવા, વૃદ્ધો, સંવેદનશીલ અને યુવાનોની સંભાળ રાખવા, અસામાજિક વર્તણૂકનો સામનો કરવા માટે કામ કરવા માંગું છું.

હાઉન્સલો નિવાસી હોવાને કારણે, હું પર્યાવરણ, રહેઠાણ, શિક્ષણ, સંબંધિત સ્થાનિક સમુદાયના પ્રશ્નો અને પડકારોને સમજું છું.

ઓર ફ્લાય-ટીપીંગ, પાર્કિંગ અને ડબ્બાઓનું સંગ્રહ, શેરીઓની સ્થિતિ, તૂટેલા અને ગંદા પગપાળા, ગંદકીવાળી શેરીઓ અને ઉદ્યાનો, ગ્રેફિટી વધી રહી છે અને લેબરના ગેરવહીવટ, આવશ્યક સેવાઓમાં કાપ અને જૂની પ્રાથમિકતાઓને કારણે ખાડાઓમાં વધારો જેવા પ્રશ્નો ચિંતાનું મોટું કારણ છે. હાઉન્સલો સેન્ટ્રલ અને બરો ભરાઈ ગયા છે અને વસ્તીમાં કોઈપણ વધારો સ્થાનિકના રોજિંદા જીવન પર અસર કરશે. રહેવાસીઓ અને વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોઈપણ વધારાનો સામનો કરી શકતા નથી. લેબર કાઉન્સિલે વધુ પડતા વિકાસને પહોંચી વળવા માટે કંઈ કર્યું નથી.

હાઉન્સલો, અને ટૂંક સમયમાં તે કોંક્રિટના જંગલ જેવું લાગશે! લેબર કાઉન્સિલરે પણ વિરોધ કરવા કે હું ઈચ્છું છું તે નિવાસનો અવાજ સાંભળવા માટે કંઈ કર્યું નથી, આપણા સમુદાયનો અવાજ બનો અને તમામ ગુજરાતીઓ અને ભારતીયો વતી મારું પ્રતિનિધિત્વ કરવા માંગુ છું. મને પરવાનગી આપો અને મને એક સાથે વધવા માટે મદદ કરો અને અમારા સમુદાયો, શહેરો અને રાષ્ટ્રને અમારા માટે અને અમારી આવનારી પેઢી માટે સારુ સ્થળ બનાવીએ.

મહત્વનું છે કે, દર ચાર વર્ષે યોજાતી બ્રેન્ટ લંડન કાઉન્સીલની ચૂંટણીમાં કુલ 57 બેઠક પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં મોટાભાગે કન્ઝેર્વેટીવ, લેબર, ગ્રીન અને લિબરલ ડેમોક્રેટ્સ જેવી ચાર પાર્ટીમાંથી ઉમેદવાર ઉભા હોય છે. ત્યારે 5 મેના રોજ ચૂંટણી યોજાનાર આ ચૂંટણી પર તમામની નજર મંડરાયેલી છે.આ ચૂંટણીમાં હેતલ ઉપાધ્યાય ઉપરાંત યશ પટેલ, જેસલ પટેલ પણ ઉમેદવાર તરીકે ઉભા છે.

અહેવાલ – ચિંતન મિસ્ત્રી, અમદાવાદ

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *