ચંદ્ર પર ડગ માંડી શકે છે પ્રથમ ભારતીય: આગામી અવકાશ મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનનની NASA દ્વારા પસદંગી, જાણો કોણ છે અનિલ મેનન?

 ચંદ્ર પર ડગ માંડી શકે છે પ્રથમ ભારતીય: આગામી અવકાશ મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનનની NASA દ્વારા પસદંગી, જાણો કોણ છે અનિલ મેનન?
Share

ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનનની નાસા દ્વારા આગામી અવકાશ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. નાસા દ્વારા કુલ 12 હજાર લોકોમાંથી 10 લોકોની પસંદગી કરાઈ છે. અમેરિકન સ્પેસ એજન્સીએ જાહેરાત કરી છે કે ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનન, યુએસ એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, નાસા દ્વારા અન્ય નવ લોકોની સાથે ભાવિ મિશન માટે અવકાશયાત્રીઓ તરીકે પસંદગી કરવામાં આવી છે.

અનિલ મેનન સ્પેસએક્સના પ્રથમ ફ્લાઈટ સર્જન હતા, જેમણે નાસાના સ્પેસએક્સ ડેમો-2 મિશન દરમિયાન કંપનીના પ્રથમ માનવોને અવકાશમાં લોન્ચ કરવામાં મદદ કરી હતી. ભવિષ્યના મિશન દરમિયાન માનવ સિસ્ટમને ટેકો આપવા માટે એક તબીબી સંસ્થાનું નિર્માણ કર્યું હતું.

અનિલ મેનન સ્પેસએક્સમાં છેલ્લા 4 વર્ષથી મેડિસિન વિભાગના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. એપ્રિલ 2018માં તેઓ સ્પેસએક્સ સાથે જોડાયા હતા. એરિયા હોસ્પિટલમાં ઇમરજન્સી મેડિસિન ફિજીસિયન તરીકે તેમણે 13 વર્ષ સુધી સેવા આપી હતી.

અન્ય 9 અવકાશયાત્રીઓમાં નિકોલ એયર્સ, ક્રિષ્ટિના બીર્ચ, લુક ડેનલી, આંદ્રે ડગલાસ, ક્રિસ્ટોફર વિલિયમ્સ, જેસિકા વિટનેર, ડેનિઝ બર્સહામ અને માર્કસ બેરિઓસ પોઝની પસંદગી કરવામાં આવી છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *