ચ્યુઈંગ ગમથી વારઃ કોરોનાને ટક્કર આપવા વૈજ્ઞાનિકોએ વિકસાવી ચ્યુઈંગ ગમ, જાણો કઈ રીતે કરશે વાયરસનો નાશ

 ચ્યુઈંગ ગમથી વારઃ કોરોનાને ટક્કર આપવા વૈજ્ઞાનિકોએ વિકસાવી ચ્યુઈંગ ગમ, જાણો કઈ રીતે કરશે વાયરસનો નાશ
Share

કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં અત્યારસુધી સંજીવની વેક્સિનને માનવામાં આવી રહી હતી. પરંતુ હવે ઘણી કંપનીઓએ કોરોનાની કેટલીક દવાઓ પણ લોન્ચ કરી દીધી છે. ત્યારે હવે થોડાક સમયમાં કોરોનાને ટક્કર આપવા માટે ચ્યુઈંગ ગમ લોન્ચ કરવામાં આવશે.

લાળ ગ્રંથીથી ફેલાય છે ઈન્ફેક્શન

અમેરિકાના ન્સિલવેનિયા યુનિવર્સિટીના હેનરી ડેનિયલે જણાવ્યું કે, સાર્સ-કોવી-2 લાળ ગ્રંથીથી જ ઈન્ફેક્શન ફેલાવે છે, તેથી ઈન્ફેક્ટેડ કોઈ વ્યક્તિ જ્યારે છીંક ખાય, ખાંસી ખાય અથવા બોલે તો એ વાયરસ બીજામાં ફેલાય છે. ત્યારે ચ્યુઈંગ ગમ વાયરસને લાળમાં જ ન્યૂટ્રલ કરી દેશે. જેના કારણે વાયરસનું સંક્રમણ થવાનું ત્યાંથી જ અટકી જશે.

કેવી રીતે તૈયાર કરાઈ છે આ ચ્યુઈંગ ગમ

વૈજ્ઞાનિકો અમુક છોડ દ્વારા તૈયાર કરેલી પ્રોટીનયુક્ત ચ્યુઈંગ ગમ બનાવી રહ્યા છે. ચ્યુઈંગ ગમનું પરીક્ષણ કરવા માટે રિસર્ચ ટીમે છોડમાંથી એસીઈ2 તૈયાર કર્યું છે. એમાં અન્ય એવાં તત્ત્વોનો ઉમેરો કર્યો જે પ્રોટીન સાથે જોડાવામાં મદદ કરે. ત્યાર પછી એ છોડની સામગ્રીને ગમ ટેબ્લેટમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મેળવવાની દિશામાં કામ

રિસર્ચ ટીમ વર્તમાનમાં આ મૂલ્યાંકન કરવા ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી મેળવવાની દિશામાં આગળ કામ કરી રહી છે. રિસર્ચર્સનું કહેવું છે કે જો ક્લિનિકલ ટ્રાયલમાં આ ચ્યુઈંગ ગમ સફળ સાબિત થાય છે તો એનો ઉપયોગ કોરોના દર્દીઓ માટે કરી શકાશે, જેના કારણે આ વાયરસ આગળ વધતો અટકાવી શકાશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *