ઈન્ટરનેશનલ કોર્ટના દબાણ સામે ઝુક્યું પાકિસ્તાનઃ કુલભૂષણ જાધવ દેશની ઉચ્ચ અદાલતોમાં તેમની સજા સામે અપીલ કરી શકશે

 ઈન્ટરનેશનલ કોર્ટના દબાણ સામે ઝુક્યું પાકિસ્તાનઃ કુલભૂષણ જાધવ દેશની ઉચ્ચ અદાલતોમાં તેમની સજા સામે અપીલ કરી શકશે
Share

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને તેમની સજા સામે અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં એક બિલ પસાર કર્યું છે.

પાકિસ્તાનની સંસદે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (સમીક્ષા અને પુનર્વિચાર) બિલ, 2020ને મંજૂરી આપી દીધી છે. જેના કારણે કુલભૂષણ જાધવ દેશની ઉચ્ચ અદાલતોમાં તેમની સજા સામે અપીલ કરી શકશે. કાયદો બન્યા બાદ હવે કુલભૂષણ જાધવને ICJ જેવી હાઈકોર્ટમાં ફાંસીની સજા સામે અપીલ કરવાની સ્વતંત્રતા મળશે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવની મૃત્યુદંડની સજાના કેસની સુનાવણી કરતા ભારતને કાયદાકીય કાર્યવાહીમાં સહયોગ કરવા જણાવ્યું છે. આ વર્ષે 5 મેના રોજ કોર્ટે પાકિસ્તાનના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાધવ માટે વકીલની નિમણૂક કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી શરૂ કરી હતી.

શું છે સમગ્ર મામલો?

ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદ ફેલાવવા બદલ મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે તેની સામે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં અપીલ કરી હતી.

ભારતનું કહેવું છે કે જાધવ નૌકાદળમાંથી નિવૃત્તિ લીધા પછી વ્યવસાય કરે છે અને જ્યારે તે આ સંબંધમાં ઈરાન ગયા હતો ત્યારે તેમને ખોટા આરોપમાં ફસાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા તેમનું ત્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન પર જાધવને કોન્સ્યુલર એક્સેસ ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ICJએ જુલાઈ 2019માં પાકિસ્તાનને જાધવ કેસની પુનઃ સમીક્ષા કરવા તેને લશ્કરી અદાલત સામે અપીલ કરવાની તક આપવા અને તેમાં ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવાનો આદેશ આપ્યો હતો.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *