પાકિસ્તાનઃ જેલમાં મહિલા કેદી સાથે અમાનવીય વર્તન, પોલીસકર્મીએ નર્વિસ્ત્ર કરી ડાન્સ કરાવ્યો

 પાકિસ્તાનઃ જેલમાં મહિલા કેદી સાથે અમાનવીય વર્તન, પોલીસકર્મીએ નર્વિસ્ત્ર કરી ડાન્સ કરાવ્યો
Share

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મહિલા કેદી સાથે અમાનવીય વર્તનની ઘટના સામે આવી છે. શબાના ઈર્શાદ નામની મહિલા પોલીસકર્મીએ જેલમાં બંધ મહિલા કેદીને તેના વસ્ત્ર ઉતારવા માટે મજબૂર કરી હતી. એટલેથી ન અટકતા મહિલા કેદીને નિર્વસ્ત્ર કરી નચાવવામાં પણ આવી હતી. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા એ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મહિલા પોલીસકર્મીએ મહિલા કેદી સામે પોતાના પદનો દુરૂપયોગ કરવાની સાથે અમાનવીય વર્તન પણ કર્યું છે. તપાસમાં દોશી ગણાતા મહિલા પોલીસકર્મી સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું કે, મહિલા પોલીસકર્મીએ મહિલા કેદીને જેલમાં બધાની સામે કપડા ઉતારવા દબાણ કર્યું. અને તેને નાચવા માટે પણ કહેવામાં આવ્યું. અધિકારીઓએ આ ઘટના મામલે જણાવ્યું કે, બાળકની હત્યાના આરોપમાં મહિલા કેદીને કોર્ટે પોલીસ રિમાન્ડ પર મોકલી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, પોલીસકર્મી તપાસ સમિતિ સમક્ષ પોતાના બચાવમાં કોઈ દલીલ રજૂ કરી શક્યા ન હોવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *