ચીનની પચાવી પાડવાની નીતિઃ હવે ડ્રેગનની ભૂટાનમાં ઘૂસણખોરી, એક વર્ષમાં 4 ગામો ગેરકાયદે રીતે વસાવ્યા

 ચીનની પચાવી પાડવાની નીતિઃ હવે ડ્રેગનની ભૂટાનમાં ઘૂસણખોરી, એક વર્ષમાં 4 ગામો ગેરકાયદે રીતે વસાવ્યા
Share

એશિયા ખંડમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ચીનની જમીન પચાવી પાડવાની નીતિ સતત ચાલુ છે. તાજેતરની માહિતી પ્રમાણે ભારત સાથેના સરહદી વિવાદ વચ્ચે પાડોશી દેશ ભૂટાનની સરહદમાં પણ ડ્રેગને ઘુસણખોરી કરી છે.

NDTVના અહેવાલ પ્રમાણે ચીને તેની સરહદે ભૂટાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. એટલેથી ન અટકતા ચીને અહીં 4 ગેરકાયદે ગામો વચાવી લીધા છે. આ તમામ નવા ગામો લગભગ 100 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાયેલા દેખાય છે. ભૂટાનની આ વિવાદિત જમીન ડોકલામ પઠાર પાસે સ્થિત છે. જ્યાં 2017માં ભારત અને ચીન સામસામે આવી ગયા હતા.

ચીન સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક સંશોધક @detresfaએ સેટેલાઈટ ફોટા દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. આ તસવીરોમાં ચીનના 4 ગામો વસવાટ કરે છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે આ જમીનને લઈને ભૂટાન અને ચીન વચ્ચે જુનો વિવાદ છે. બન્ને દેશો આ જમીન તેમની છે તેમ દાવો કરી રહ્યા છે.

ભારત માટે ચિંતાનું કારણ

ભૂટાનની જમીન પર ચીન દ્વારા નવુ બાંધકામ ભારત માટે ખાસ ચિંતાનો વિષય છે. નોંધપાત્ર રીતે, ભૂટાને તેની જમીની સરહદો પર ફરીથી વાટાઘાટો કરવા માટે સતત ચીનના દબાણનો સામનો કરવો પડ્યો છે. જોકે સમજૂતીની રૂપરેખા સંપૂર્ણ પણે સ્પષ્ટ કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે ભૂટાનની જમીન પર ચીન દ્વારા વસાવેલા ગામો આ સમજૂતીનો એક

ભાગ છે કે કેમ?

રિપોર્ટ અનુસાર, ચીન આ વિવાદીત જમીનના મોટા ભાગ પર 4 ગામોને મનસ્વી રીતે વસાવી દીધા છે. મે 2020થી નવેમ્બર 2021 સુધી છેલ્લા એક વર્ષમાં બાંધકામનું કામ શરૂ કર્યું છે. નવાઈની વાત એ છે કે આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ચીન અને ભૂટાને તાજેતરમાં જ સીમા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *