દુર્ઘટનાઃ બુલ્ગારિયામાં બસમાં આગ લાગતા 46 લોકો જીવતા ભડથું થયા, 7 લોકો ગંભીર રીતે દાઝ્યા

 દુર્ઘટનાઃ બુલ્ગારિયામાં બસમાં આગ લાગતા 46 લોકો જીવતા ભડથું થયા, 7 લોકો ગંભીર રીતે દાઝ્યા
Share

પશ્ચિમી બુલ્ગારિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ. રાજમાર્ગ પર વહેલી સવારે ઉત્તરી મેસેડોનિયન પ્લોટોવાળી એક બસમાં આગ લાગવાની ઘટના બની. બસમાં આગ લાગવાના કારણે ઓછામાં ઓછા 45 લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ સામે આવ્યા છે.

આ દુર્ઘટનામાં ખૂભ જ ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસ દુર્ઘટનાની સંપૂર્ણ જાણકારી આંતરિક મંત્રાલયના અગ્નિ સુરક્ષા વિભાગ પ્રમુખ નિકોલાઈ નિકોલોવે ખાનગી બીટીવી ટેલીવિઝનને આપી હતી.

નિકોલોવે દુર્ઘટનાના તરત બાદ ઓછામાં ઓછા 45 લોકોના માર્યા જવાની ખબર આપી હતી. જે તેમના મંત્રાલયે બાદમાં ઘટનાનું અપડેટ આપતા જણાવ્યું કે હવે મૃત્યુ પામનારાની સંખ્યા 46 થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે બસમાં કુલ 53 લોકો હાજર હતા.

આ ભીષણ બસ દુર્ઘટના સોફિયાના પશ્ચિમમાં લગભગ 45 કિમી સ્ટ્રોમા હાઈવે પર વહેલી સવારે 2 વાગ્યાની આસપાસ બની હતી. હાલ બસ દુર્ઘટના બાદ તે જગ્યાને સીલ કરી દેવામાં આવી છે. બુલ્ગારિયાઈ અંતરિમ પ્રધાનમંત્રી સ્ટીફન યાનેવે ઘટના સ્થળ પર પહોંચીને ઘટનાની સમીક્ષા કરી હતી. હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, સારવાર કરાવી રહેલા 7 લોકોએ સળગતી બસમાંથી છલાંગ લગાવી દીધી હતી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *