કોરોનાના નવા વેરિયન્ટથી વિશ્વભરમાં એલર્ટઃ WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક, જાણો કેટલો ખતરનાક છે આ નવો વેરિયન્ટ

 કોરોનાના નવા વેરિયન્ટથી વિશ્વભરમાં એલર્ટઃ WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક, જાણો કેટલો ખતરનાક છે આ નવો વેરિયન્ટ
Share

છેલ્લા બે વર્ષથી કોરોના સામે દુનિયા ઝઝુમી રહી છે. આ વચ્ચે ફરી કોરોના વાયરસના નવા વેરિયન્ટના કારણે આખું વિશ્વ એલર્ટ થયું છે. કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા ત્યારે ફરી આ નવા વેરિયન્ટના કારણે ત્રીજી લહેરનો ડર જાગૃત કર્યો છે.

તમને જણાવી દઈએ કે, આ નવો વેરિયન્ટ જેનું નામ B.1.1.529 છે તે દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો છે. આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટે અત્યાર સુધીમાં 30 વખત સ્વરૂપ બદલી દીધું છે તેથી તેની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.

કોરોનાના આ નવા વેરિયન્ટના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, એક અંદાજ પ્રમાણે 53 દેશોમાં આગામી વસંત સુધીમાં કોરોના વાયરસની મહામારીના કારણે વધુ 7 લાખ લોકોના મોત થવાની શક્યતા છે. ગુરુવારે WHO કોવિડના નવા વેરિયન્ટથી પ્રભાવિત દેશોથી આવતા લોકોના કડક સ્ક્રીનિંગ માટે આદેશ જાહેર કર્યા છે.

કોરોનાના આ નવા વેરિયન્ટને લઈ WHOની ટેક્નીકલ એડ્વાઈઝરી ગ્રુપ દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. WHOનું કહેવું છે કે, આ વિરેયન્ટ પર હજી રિસર્ચ કરવાનું બાકી છે. તેથી હાલ એ જરૂરી છે કે, આપણે વધુને વધુ લોકોને કોરોના વેક્સિન અપાવીએ જેથી તેઓ નવા વેરિયન્ટને ટક્કર આપી શકે અને તેની અસર ઓછી થાય.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *