વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા અને બૉલીવુડ ગાયિકા જ્યોતીકા તંગડી પહોંચ્યા પંજાબ કિંગ્સના પ્રમોશનમાં

આઇપીએલ ફીવર ચાલી રહ્યો છે અને પંજાબ કિંગ્સ ની છેલ્લી લીગ મેચ વાનખેડે માં સનરાઇસ હૈદરાબાદ સામે રમાઈ હતી એમા પંજાબ ની શાનદાર જીત થઈ હતી ગઈકાલ ની મેચ માં પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા માટે બૉલીવુડ ગાયિકા કે જેઓએ પોખરણ ફિલ્મ નું ” આયો રે શુભ દિન આયો રે”અને “પલ્લો લટકે” જેવા શાનદાર ગીતો ની ગાયિકા જ્યોતીકા તંગડી અને ગુજરાત ના વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા પહોંચ્યા હતા.
વાનખેડે સ્ટેડિયમ ના વી વી આઈ પી બોક્સ માં પંજાબ કિંગ્સ ના મહેમાન બનેલા વિપુલ અને જ્યોતીકા એ પંજાબ કિંગ્સ ના ફ્લેગ સાથે ટિમ ને ચિયર્સ કરી હતી સાથે જ તેમના ચાહકો એ સ્ટેડિયમ માં બંને સાથે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
પંજાબ ટિમ ને ચિયર્સઅપ કરતા ફોટોસ અને વિડીઓ વિપુલ અને જ્યોતીકા એ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ માં પોસ્ટ કર્યા હતા જે ફોટોસ વાયરલ થઈ ગયા હતા
વિપુલ એ પંજાબ ટીમનો આભાર માન્યો ઇન્સ્ટાગ્રામ માં એને લખ્યું ‘હું અને જ્યોતીકા પંજાબ કિંગ્સ ને એનેર્જેટિક રીતે ચિયર્સ કરી રહ્યા છીએ ,પંજાબ કિંગ્સ નો ખુબ ખુબ આભાર આટલી સરસ હોસ્પિટાલિટી માટે ”
જયારે જ્યોતીકા એ લખ્યું ” વિપુલ નારીગરા સાથે પંજાબી સ્ટાઇલ માં સપોર્ટ કરવાનું બનતું જ હતું,અને ટિમ પંજાબ જીતી ગયું ”
હાલ માં જ વેલીયન્ટ પ્રીમિયર લીગ 5 ના પ્લેયર્સ ડ્રાફ્ટ ના શૂટિંગ માં વિપુલ અને જ્યોતીકા સાથે નજર આવ્યા અને આજે ફરી વખત આઈ પી એલ મેચ માં બંને એ સાથે જોવા મળ્યા તેમના ચાહકો તેમના ફોટોસ અને રિલ્સ શેર કરી રહ્યા છે બંને મુંબઈ માં મોટા ભાગે સાથે જોવા મળતા હોય છે.
અહેવાલ- ચિંતન સુથાર