PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય: કૃષિ કાયદા પરત લેવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

 PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય: કૃષિ કાયદા પરત લેવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ છે. ત્યારબાદ હવે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને અધિકૃત રીતે રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે અને તે માટે સરકાર બિલ લાવશે.

પીએમ મોદીએ કરી હતી કાયદા પાછા ખેંચવાની જાહેરાત

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ઘરે પાછા ફરવા પણ અપીલ કરી હતી અને MSPને પ્રભાવી તથા પારદર્શક બનાવવા માટે સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી હતી.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, APMCને વધુ પ્રભાવી અને પારદર્શક બનાવવા માટે એવા તમામ વિષયો પર ભવિષ્યને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ અર્થશાસ્ત્રીનો સમાવેશ કરાશે.

ક્યારે ખતમ થશે ખેડૂતોનું આંદોલન?

પીએમ મોદી દ્વારા કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ ખેડૂત સંગઠનોએ પ્રદર્શન બંધ ન કરવાનો નિર્ણય લીધો અને જણાવ્યું હતું કે તેઓ ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રાખશે જ્યાં સુધી સંસદની પ્રક્રિયા પૂરી ન થઈ જાય. હવે સવાલ એ છે કે મોદી કેબિનેટ તરફથી કૃષિ કાયદાને પાછા ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ ખેડૂતોનું આંદોલન ખતમ થશે કે નહીં.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *