ત્રીજી લહેરના ભણકારા!: WHOએ નવા વેરિઅન્ટનું નામ ‘Omicron’ રાખ્યું, જાણો તેના વિશે બધુજ

 ત્રીજી લહેરના ભણકારા!: WHOએ નવા વેરિઅન્ટનું નામ ‘Omicron’ રાખ્યું, જાણો તેના વિશે બધુજ
Share

વિશ્વભરમાં યુરોપ સિવાયના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ હળવો થઈ રહ્યો છે એવામાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે, જે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ખતરનાક હોવાનું મનાય છે.

દક્ષિણ આફ્રિકામાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં 22 કેસ નોંધાયા છે. આ વેરિયન્ટને અત્યાર સુધી કોરોના વાયરસનું સૌથી મ્યુટન્ટેડ વર્ઝન ગણાવાઈ રહ્યું છે. બીજી બાજુ બ્રિટને પણ કોરોનાના નવા બોત્સવાના વેરિયન્ટ અંગે પણ ચેતવણી આપી છે.

WHOની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિયન્ટને ‘ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિયન્ટ’ ગણાવ્યો છે.

ગ્રીક વર્ણમાળામાંથી લેવાયા નવા વેરિયન્ટના નામ

કોરોના મહામારી બાદ વિશ્વભરમાં આજકાલ કોરોનાને આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે નામથી ઓળખવામાં આવે છે. પરંતુ આ નામો એમ જ રાખવામાં નથી આવ્યા. આ નામો ગ્રીકની પ્રાચીન વર્ણમાળામાંથી લેવામાં આવ્યા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં બ્રિટનમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો હતો. તેનું નામ ગ્રીક વર્ણમાળાના પ્રથમ અક્ષર પરથી પાડવામાં આવ્યું હતું. આ પછી બીટા, ગામા, ડેલ્ટા વેરિયન્ટ્સ આવ્યા. હવે WHOએ દક્ષિણ આફ્રિકામાંથી મળેલા નવા વેરિયન્ટનું નામ ગ્રીક અક્ષર ઓમિક્રોન પરથી રાખ્યું છે.

કોરોનાનું આ સ્વરૂપ કેટલું ખતરનાક

WHOના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન વાઈરસ ઈવોલ્યુશન (TAG-VE) ની એક બેઠક શુક્રવારે બોલાવવામાં આવી હતી, જેમાં નવા પ્રકાર B.1.1.529 અને તેના વર્તન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ પછી, WHO પ્રવક્તાએ કહ્યું કે પ્રારંભિક અભ્યાસ દર્શાવે છે કે નવા પ્રકારમાં મ્યુટન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે.

આફ્રિકન દેશ બોત્સ્વાનામાં જોવા મળતો કોરોનાનો નવો B.1.1529 પ્રકાર કેટલો ખતરનાક હશે તે કહેવું મુશ્કેલ છે. જોકે, નિષ્ણાંતોના મતે, આ અત્યાર સુધીનું સૌથી મ્યુટેડ વેરિયન્ટ છે. એટલે કે ચીનમાં જોવા મળતા કોરોનાના મૂળ સ્વરૂપનું તે સૌથી અત્યાધુનિક સ્વરૂપ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેરિયન્ટમાં 30 મ્યુટેશન જોવા મળ્યા છે. આ ડેલ્ટા કરતાં લગભગ બમણું મ્યુટેશન છે.

નવા વેરિયન્ટથી આફ્રિકામાં પરિસ્થિતિ કેવી ?

દક્ષિણ આફ્રિકામાં પ્રથમ કેટલાક કેસ નોંધાયા પછી એક દિવસમાં ચેપ દર વધીને 93 ટકા થઈ ગયો છે. સ્થાનિક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોનાનો આ પ્રકાર અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકાના નવ પ્રાંતોમાં ફેલાઈ ચૂક્યો છે અને તેનો સૌથી વધુ ભોગ યુવાનો છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *