વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિકતા, ઘર ન હોવાના કારણે અનેક પરિવારો ફૂટપાથ કે ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર

ફાઈલ તસ્વીર
વિકાસની ગુલબાંગો વચ્ચે ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ખૂદ કેન્દ્ર સરકારે લોકસભામાં સ્વીકાર્યું કે, ગુજરાતમાં 1.44 લાખ લોકો આજે પણ ઘરવિહોણાં છે. ઘર માટે જમીન ન હોવાના કારણે અનેક પરિવારો ફૂટપાથ કે ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે.
પ્રધાનમંત્રી આવાસા યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, મ્યુનિ. કોર્પોરેશના મકાન જેવી રાજ્યમાં પૂરજોશમાં યોજનાઓ ચાલી રહી છે. સરકાર દાવો કરી રહી છે કે, હજારો લાભાર્થીઓને આ આવાસ યોજાનાનો લાભ મળ્યો છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે લોકસભામાં ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં કુલ 1,44,306 લોકો ઘરવિહોણા છે.
ગામડા કરતા શહેરોમાં ઘરવિહોણા લોકોની સંખ્યા વધુ છે. ગુજરાતમાં શહેરોમાં 84,822 લોકો ઘરવિહોણા છે જ્યારે ગામડાઓમાં 59,484 લોકો ઘરવિહોણા છે. શહેરોમાં ઘરવિહોણાંને જમીન આપવી રાજ્ય સરકાર માટે મુશ્કેલભર્યું બન્યું છે.
ૃૃકેન્દ્રીય સામાજીક અધિકારાતા વિભાગનાં મતે દેશમાં કુલ 17,73,040 લોકો ઘરવિહોણા છે. અત્યારસુધી ભારતમાં 4,46,58 જમીનવિહોણા લાભાર્થીઓ પૈકી 2,02,719 લાભાર્થીઓને જમીન આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 5,549 લોકોને જમીન આપવામાં આવી છે. જ્યારે 2,119 લોકોને હજી સુધી જમીન કે નાણાંકીય સહાય ચૂકવવામાં આવી નથી.