ગેરરીતિ સામે કડક વલણઃ પોલીસ ભરતીના કોલ લેટરમાં છેડછાડ કરનાર 5 ઉમેદવારોની ધરપકડ

 ગેરરીતિ સામે કડક વલણઃ પોલીસ ભરતીના કોલ લેટરમાં છેડછાડ કરનાર 5 ઉમેદવારોની ધરપકડ

ફાઈલ તસ્વીર

Share

પોલીસ ભરતીને લઈને હાલમાં શારિરીક કસોટી ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શારિરીક કસોટીના કોલ લેટરમાં છેડછાડ કરનાર 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.

સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી યોજાઈ હતી. જેમાં આરોપી 5 યુવાનોએ ખોટા લેટર બનાવી અને પરીક્ષા આપી હતી. જોકે ચેકિંગ દરમિયાન સમગ્ર ભાંડો ફૂટતા ખોટા કોલલેટર બનાવી અને પરીક્ષા આપનાર પાંચેય આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપીઓ પૈકી 4 રાજકોટ જિલ્લાના અને એક યુવાન બોટાદ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, શારીરિક કસોટી સમયે કોલલેટરમાં જણાવેલી સૂચના પ્રમાણે પ્રવેશ અપાઈ રહ્યો હતો તે દરમિયાન એક ઉમેદવાર પાસેથી બે કોલ લેટર મળી આવ્યા હતા. જેમાં એક કોલ લેટરમાં 6 વાગ્યાનો સમય લખ્યો હતો તથા બીજા કોલ લેટરમાં 8 વાગ્યાનો સમય હતો. જેથી તેમાં ગેરરીતી થઈ હોવાની શંકા જતા જવાબદાર અધિકારીઓને જાણ કરાઈ હતી. આમ આ રીતે કુલ 5 આરોપીઓ કોલ લેટર સાથે છેડછાડ કર્યા હોવાનું સામે આવ્યું હતું.

કોલ લેટરના સમયમાં ચેડા કરનાર તમામ પાંચેય આરોપી સામે સુરેન્દ્રનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 417, 465, 467, 468, 471 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *