સિંગતેલ અને કપાસિયામાં ફરી એકવાર વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

કોરોના લહેર બાદ દેશમાં મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોજશોખની ચીજવસ્તુઓ તો ઠીક જીવન-જરૂરીયાતની ચીજવસ્તુઓમાં ભાવ વધારો દિવસેને દિવસે માથું ઉંચકી રહી છે.
પેટ્રોલ ડીઝલ અને શાકભાજીમાં થયેલા ભાવ વધારાનો માર જનતા ખમી જ રહી છે ત્યારે વધુ એક મોંઘવારીની થપાટ જનતાને લાગી છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
સિંગતેલના ભાવમાં ડબ્બ પ્રતિ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો બીજીબાજુ કપાસિયા તેલમાં ડબ્બે પ્રતિ 20 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ સાથે સિંગતેલના ભાવ વધારા સાથે નવો ભાવ 2770 રૂપિયે ડબ્બે પહોંચ્યો છે અને કપાસિયા તેલમાં 20નો વધારા સાથે 2620 રૂપિયે ડબ્બે પહોંચ્યો છે.