આણંદમાં નાતાલ પર્વની ઉજવણી વચ્ચે 144 જેવો પ્રતિબંધ લગાવ્યા નિર્ણય સામે રોમેલ સુતરિયાની ચીફ સેક્રેટરીને રજુઆત

આણંદ: સમગ્ર વિશ્વમાં ૨૪ ડિસેમ્બરથી નાતાલ પર્વની સમગ્ર વિશ્વમાં જોર શોર થી ઊજવણી થતી જોવા મળે છે. સમગ્ર ગુજરાતમાં આણંદ જીલ્લામાં ઈસાઈ પરિવારો એકંદરે ઘણા જોવા મળતા હોય છે.તેવામા જીલ્લા કલેક્ટર કેતકી વ્યાસ દ્વારા નાતાલ પર્વની ઉજવણી ના દિવસો દરમિયાન અર્થાત 24 ડિસેમ્બર 2022 થી 7 જાન્યુઆરી 2023 દરમિયાન જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ના નામે તઘલખી નિર્ણય જાહેર કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. જેને ટાંકીને જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા જીલ્લા કલેક્ટરની IAS તરીકે ફરી પરીક્ષા કરવી જોઈએ તેવા કટાક્ષ સાથે ચીફ સેક્રેટરીને ઈમેલ મારફતે રજુઆત કરી છે.તેમજ જીલ્લા કલેક્ટરના નિર્ણયની સમીક્ષા કરી યોગ્ય નિર્ણય કરવા પત્રમાં ઉલ્લેખ કર્યો છે. બાબત આણંદ જીલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે. વધુમાં રોમેલ સુતરિયા દ્વારા પાઠવવામાં આવેલ રજુઆત ના શબ્દો જોઈએ તો તેમણે ઉલ્લેખ કર્યો છે કે આણંદ જીલ્લા કલેક્ટર દ્વારા તારીખ ૨૪ ડિસેમ્બર થી ૭ જાન્યુઆરી દરમિયાન ચાર લોકો થી વધુ લોકો ભેઘા થવા ઊપર , સભા કે સરઘસ કાઢવા ઊપર જે પ્રકારે પ્રતિબંધ લગાવતો તઘલખી નિર્ણય કરેલ છે તે સંપૂર્ણ પણે નૈતિકતા, કાયદો તેમજ બંધારણીય મુલ્યોના આધારે અયોગ્ય છે.ચોક્કસ સમુદાયના તહેવારને ધ્યાનમાં રાખીને આ પ્રકારે નિર્ણય ફરમાવવામાં આવે તે કલેકટરની સમુદાય વિશેષ સામેની માનસિકતાનો પરિચય કરાવે છે.
IAS તરીકેના અભ્યાસક્રમ દરમિયાન જ ભારતીય બંધારણનો અભ્યાસ જ મહત્વનું પરિબળ છે ત્યારે દરેક નાગરિક ના સમાનતા ના અધિકારનું ખડે ચોક ઉલ્લંઘન કરાય રહ્યું હોય તેમ જોતા માનનીય આણંદ જીલ્લા કલેક્ટરને પુનઃ ભારતીય બંધારણ તેમજ મુળભુત અધિકારોના અભ્યાસ માં કચાસ રહી ગઈ હોવાનું પ્રતિત થાય છે.કાયદો વ્યવસ્થાના નામે આ પ્રકારના તઘલખી નિર્ણયનું લોકતંત્ર માં ક્યાંય સ્થાન હોય શકે નહીં.જેથી કોઈ જીલ્લામાં નહીં અને માત્ર આણંદ જીલ્લામાં જ્યાં ઈસાઈ પરિવારો ૨૪ ડિસેમ્બર થી નાતાલ પર્વની ઉજવણી કરવા હરહંમેશ ની જેમ ઉત્સુક હોય છે જે દરેક નાગરિક તરીકે તેમનો પણ મુળભુત અધિકાર છે. જેનું હનન થતાં સમાચાર નાગરિક સમાજ તથા યુવાનોમાં સાંપ્રદાયિક વિચારોનું સિંચન કરી શકે છે જેથી આપ સાહેબ આણંદ જીલ્લા કલેક્ટરના તઘલખી નિર્ણય ની સમીક્ષા કરી યોગ્ય નિકાલ કરાવશો તેમજ જીલ્લા કલેક્ટરને જરુરી અભ્યાસ કરાવી પરીક્ષા કરશો તે માટે નમ્ર અરજ છે. હવે જોવાનું તે રહે છે કે ગુજરાત ચીફ સેક્રેટરી આ બાબતે શું નિર્ણય કરે છે.