સોશિયલ મીડિયામાં પ્રત્યાઘાતઃ ગાંધીઘામના 3 સસ્પેન્ડેડ પોલીસકર્મીની વ્હારે આવી રવીના ટંડન, કહ્યું- જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે

ફાઈલ તસ્વીર
થોડા દિવસ અગાઉ ગાંધીધામ A-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓ ગણવેશમાં એક કારમાં સંગીતના તાલે ઝુમતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ બાદ પૂર્વ કચ્છ SP દ્વારા નિયમ ઉલ્લંઘન બદલ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ નિર્ણયના હવે દેશભરમાં પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે અભિનેત્રી રવિના ટંડને સોશિયલ મીડિયા પર લાગણી વ્યક્ત કરતા સસ્પેન્ડેડ પોલીસકર્મીઓને લઈ ટિપ્પણી કરી છે. જેમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જુના હિન્દી ગીત પર ડાન્સ કરી રહેલા એરફોર્સના જવાનોનો વીડિયો શેર કરી રવિના ટંડને ગાંધીધામના આ 3 પોલીસકર્મીઓની સજા માફ કરવામાં આવે તેવી ટીપ્પણી કરી છે.
So good to see the band do a chilled out rendition of a70s hit,and let themselves go! They are human too!Way to go boys!let the naysayers go hang themselves!Wish the cops who were suspended in Kutch,are let off with a”don’t do it again”.Our boys also need to destress at times!♥️ https://t.co/99Dlu4aJ8C
— Raveena Tandon (@TandonRaveena) January 23, 2022
છત્તીસગઢના IPS અને ટ્રાન્પોર્ટ કમિશ્નરદિપાંશુ કાબરાએ આ બાબતે કરેલી ટીપ્પણી બાદ રવિના ટંડને જણાવ્યું કે, તેમને જવા દ્યો, તે પણ માણસ છે, જવાનો છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલાં જવાનોને ફરી તેવું નહીં કરવાની સૂચના આપી જવા દેવાય. આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે.
Love this too ♥️😍 https://t.co/JDJnmy3le5
— Raveena Tandon (@TandonRaveena) January 23, 2022