રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા વધુ એક ચૂંટણીનો રાઉન્ડઃ રાજ્યમાં 10 હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, 19 ડિસેમ્બરે મતદાન, 21મીએ મતગણતરી

 રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા વધુ એક ચૂંટણીનો રાઉન્ડઃ રાજ્યમાં 10 હજાર ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, 19 ડિસેમ્બરે મતદાન, 21મીએ મતગણતરી
Share

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ્ય સ્તરે ચૂંટણીનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. રાજયમાં 10 હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગામડાઓમાં પોતાના ગુ્પનાં સરપંચો આવે તે માટે નેતાઓ અત્યારથી રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે. ભલે ગ્રામ પંચાયતની ચૂંટણી સીધી રીતે કોઈ પક્ષનાં બેનર હેઠળ લડાતી નથી પરંતુ રાજકીય પક્ષોનું સમર્થન હોય છે.

ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજી સંગઠનની રચનામાં અટવાયેલા છે, કોંગ્રેસમાં તો હજી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને જોતા વિપક્ષ નબળું પુરવાર સાબિત થઈ શકે છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી EVMથી નહિ પરંતુ બેલેટ પેપરથી કરવામાં આવશે કારણ કે આટલી મોટી સંખ્યામાં EVM રાજય ચૂંટણી પંચ પાસે નથી. લાંબા સમય બાદ બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજવામાં આવશે.ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *