ચૂંટણી પહેલા વધુ એક ભેટઃ અમદાવાદીઓ મેટ્રોની સવારી કરવા થઈ જાઓ તૈયાર, જાણો કેટલું રહેશે ભાડું

 ચૂંટણી પહેલા વધુ એક ભેટઃ અમદાવાદીઓ મેટ્રોની સવારી કરવા થઈ જાઓ તૈયાર, જાણો કેટલું રહેશે ભાડું
Share

વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદીઓને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદવાસીઓ હવે મેટ્રોની તૈયારી કરવા તૈયાર થઈ જાઓ. અમદાવાદીઓને આ નવરાત્રિથી મેટ્રોની સુવિધાનો લાભ મળી રહ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, મેટ્રો ટ્રેન ફેઝ-1નો ટ્રાયલ રન અંતિમ તબક્કામાં છે. મેટ્રોના ફેઝ-1માં બે કોરિડોર હશે. કોરિડોર-1માં APMCથી મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રેન દોડશે અને કોરિડોર-2માં થલતેજથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેન દોડશે.

આટલું રહેશે ભાડું?

મળતી માહિતી પ્રમાણે મેટ્રોનું મહત્તમ ભાડું 25 રૂપિયા રહેશે. APMCથી મોટેરા સ્ટેડિયમ સુધીનું ભાડુ 25 રૂપિયા રહેશે. આજ રીતે લતેજથી વસ્ત્રાલ સુધીનું ભાડુ પણ 25 રૂપિયા રહેશે. તમને જણાવી દઈએ કે વિવિધ સ્ટેશનથી મેટ્રોનું ભાુ 5, 10, 15 અને 25 રૂપિયા રહેશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *