આદિવાસી ચૌધરી સમાજનું નવું બંધારણ, જાણો શું-શું મુકાયા પ્રતિબંધ

 આદિવાસી ચૌધરી સમાજનું નવું બંધારણ, જાણો શું-શું મુકાયા પ્રતિબંધ
Share

દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચ્યું છે. આ બંધારણમાં સમાજની આગવી ચૌધરી બોલીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આવનારી પેઢીને સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે ગ્રામજનોએ એક મત થઈ સર્વાનુમતે ગામનું બંધારણ બનાવ્યું અને એમાં 33 મુદ્દાનો આ બંધારણમા સમાવેશ કરવામાં આવ્યો છે. નક્કી થયેલા બંધારણની બુક બનાવવામાં આવશે અને એને ગામના દરેક ઘરમાં વિતરણ કરવામાં આવશે. આ બંધારણ 1 જૂન 2022થી અમલમાં આવશે.

કાછલ ગામનાં ગ્રામજનો ભેગાં મળીને ગામના સમાજનું બંધારણ તૈયાર કર્યું છે, જેમાં બિનજરૂરી ખર્ચાઓ પર કાપ, પોતાની ભાષાને મહત્ત્વ આપવા સહિતના જરૂરી નિર્ણય કરવામાં આવ્યા હતા. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ ચૌધરી સમાજનું બંધારણ સભાનું આયોજન કરાયું હતું, જેમાં આદિવાસી ચૌધરી સમાજના સામાજિક ખર્ચ ઘટાડવા અને આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય એવા 33 પ્રકારના સામાજિક સુધારા સાથેનું બંધારણ બનાવવામાં આવ્યું હતું.

ચૌધરી સમાજના નવા બંધારણમાં સુધારા

  • સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
  • સગાઈમાં જમણવાર રાખવો નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
  • લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું
  • લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
  • મરણ પ્રસંગે જમણવાર રાખવો નહીં.
  • સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી મૂકવી નહીં

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *