લખીમપુર કાંડઃ કેન્દ્રીય મંત્રીના પુત્ર સામે હવે ચાલશે હત્યાનો કેસ, રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું- મોદી જી, ફિર સે માફી માંગ ને કા ટાઈમ આ ગયા…

 લખીમપુર કાંડઃ કેન્દ્રીય મંત્રીના પુત્ર સામે હવે ચાલશે હત્યાનો કેસ, રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું- મોદી જી, ફિર સે માફી માંગ ને કા ટાઈમ આ ગયા…
Share

દેશમાં હાલમાં જ ખેડૂત આંદોલનનો અંત આવ્યો છે પણ મોદી સરકાર માટે મુસીબત યથાવત જ રહી છે. આ ખેડૂત આંદોલન સમયે બનેલા લખીમપુર ખીરી કાંડમાં નિયુક્ત કરાયેલી ખાસ તપાસ ટીમે સમગ્ર કાંડ પુર્વે યોજીત અને હત્યાના પ્રયાસ માટે જ થયો હતો, તેવો ધડાકો કરતા ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મીશ્રા અને અન્ય 12 આરોપીઓની મુશ્કેલી વધી ગઈ છે.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી કાંડમાં સૌથી મોટો ટ્વીસ્ટ આવી ગયો છે, SITની તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતોને ગાડીથી કચડી નાંખવાની આખી ઘટના સમજી વિચારીને કરવામાં આવેલ કાવતરું હતું, SITએ તમામ આરોપીઓ પર હત્યાની ધારાઓ લગાવી દીધી છે. નોંધનીય છે કે આરોપીઓમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનાં દીકરાનું પણ નામ છે. આશિષ મિશ્રા સહિત 14 લોકો હવે હત્યાનો કેસ ચાલશે.

મંત્રીનો પુત્ર આશિષ અને તેના સાથીઓને જેલમાંથી લખીમપુર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે આ મામલે આશિષ મિશ્રા સામે હત્યાના પ્રયાસની કલમો લગાવવાનો આપ્યો આદેશ છે. હવે મંત્રીના પુત્ર સહિત બાકીના આરોપીઓ સામે હત્યા અને ગુનાહિત ષડયંત્રનો કેસ ચલાવવામાં આવશે.

હત્યાની કલમો લાગશે

લખીમપુર ઘટનાના મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત 14 લોકો પર તપાસ બાદ કલમો બદલવામાં આવી છે. તમામ આરોપીઓ પર ઈરાદાપૂર્વકનું આયોજન કરીને ગુનો આચરવાનો આરોપ છે. SITએ IPC કલમ 279, 338, 304A દૂર કરી છે અને 307, 326, 302, 34,120 B, 147, 148,149, 3/25/30 લગાવી છે.

રાહુલે સરકારને લીધી આડે હાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ લખીમપુર ખીરી કાંડની એસઆઈટી તપાસ સાથે જોડાયેલા એક સમાચારનો સ્ક્રીનશોટ શેર કરી લખ્યું, મોદી જી, ફરી માફી માંગવાનો ટાઈમ આવી ગયો છે. પરંતુ પહેલા અભિયુક્તના પિતાને મંત્રી પદ પરથી હટાવો. SITની તપાસને લઈ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું કે સત્ય સામે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *