SCની ફટકાર બાદ સરકારે લીધું જ્ઞાનઃ માત્ર 10 જ દિવસમાં ચૂકવાશે કોવિડ સહાય, સંબંધિત તમામ વિભાગોને અપાઈ સૂચના

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કોવિડ સહાય મામલે ગુજરાત સરકાર હવે જ્ઞાન લીધું છે. ગુરૂવારે મોડી રાત્રે આદેશ જાહેર કરતા સરકારે જણાવ્યું કે, કોરોનાનને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારોને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂંકવણી કરી દેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
મહેસૂલ વિભાગ દ્વારા આ મામલે તમામ કલેક્ટરો સહિત સંબંધિત સરકારી વિભાગોને SDRF ફંડમાંથી સહાય આપવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે. આ આદેશની સાથે એક ફોર્મ ઈશ્યું કરવામાં આવ્યું છે. જેમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું છે.
ફોર્મમાં માગવામાં આવેલી વિગતો
સહાય માટે ઈશ્યું કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારનાં નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સુપ્રીમકોર્ટે અગાઉ કોવિડ સહાયની જટિલ પ્રકિયા બનાવવા મુદ્દે ગુજરાત સરકારને ફિટકાર લગાવી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર આ મામલે સરળ બનાવી લાભાર્થીઓને 10 દિવસમાં સહાયની ચૂકવણી થાય એ દિશામાં પગલા લીધા છે.