જમ્મુ-કશ્મીર આતંકી હુમલોઃ શ્રીનગરમાં આતંકીઓએ સેનાની બસને નિશાન બનાવી, હુમલામાં બે જવાન શહીદ, 12 ઘાયલ

 જમ્મુ-કશ્મીર આતંકી હુમલોઃ શ્રીનગરમાં આતંકીઓએ સેનાની બસને નિશાન બનાવી, હુમલામાં બે જવાન શહીદ, 12 ઘાયલ
Share

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ કૃત્યને અંજામ આપ્યો છે. આતંકવાદીઓએ શ્રીનગરની બહાર આવેલા જેવાનમાં સુરક્ષા દળોની બસને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે આતંકીઓના હુમલામાં 2 જવાન શહીદ થયા છે જ્યારે 12 જવાન ઘાયલ થયા છે. જો કે આ અંગે હજુ સુધી સેના કે પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. બીજી તરફ આ કાયરતાપૂર્ણ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસે જણાવ્યું કે શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં જેવાન પાસે આતંકવાદીઓએ પોલીસ વાહન પર ગોળીબાર કર્યો. આ હુમલામાં 14 જવાન ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં બે જવાન સારવાર દરમિયાન શહીદ થયા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *