IND vs NZ T20I: ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવી ભારતની ભવ્ય જીત, પ્રથમ સિરીઝમાં વ્હાઈટ વોશ સાથે રોહિત-દ્રવિડ યુગની સફળ શરૂઆત

 IND vs NZ T20I: ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવી ભારતની ભવ્ય જીત, પ્રથમ સિરીઝમાં વ્હાઈટ વોશ સાથે રોહિત-દ્રવિડ યુગની સફળ શરૂઆત
Share

બેક ટુ બેક ટોસ જીતી વ્હાઈટ વોશ કરવા માટે હિટમેન એન્ડ કંપની કોલકાતાના મેદાનમાં ઉતરી. જેમાં પ્રથમ બેટીંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 184 રન કર્યા. જેના જવાબમાં કિવી ટીમ 111 રનમાં ઢેર થઈ જતા ભારતે ભવ્ય જીત મેળવી છે. પ્રથમ સિરીઝ વ્હાઈટ વોશ કરતા રોહિત અને દ્રવિડ યુગની પણ એક સફળ શરૂઆત થઈ છે.

ભારતીય ટીમે વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિત અને ઈશાને પહેલા પાવરપ્લેમાં 69 રન જોડ્યા હતા. જોકે સેન્ટરની 7મી ઓવરમાં ઈશાન કિશન અને બેક ટુ બેક સૂર્ય યાદવ આઉટ થતા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ. આ પ્રેશરને રિલીઝ કરવા જતા રિષભ પંતે પણ પોતાની વિરેટ ગુમાવી. ત્યારબાદ સોઢીની ઓવરમાં હિટમેન રોહિત શર્મા આઉટ થયા બાદ શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયરે ભારતીય ટીમને સંભાળી. છેલ્લી ઓવરમાં દિપક ચાહરે 19 રન લેતા ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડ સામે 7 વિકેટના નુકસાન પર 184 રન બનાવ્યા હતા.

જેના જવાબ મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. માર્ટિન ગપ્ટિલ અને ડેરિલ મિચેલે પ્રથમ વિકેટ માટે 21 રન જોડ્યા હતા. આ પાર્ટનરશિપને અક્ષર પટેલે તોડી હતી. ત્યારબાદ અક્ષરે બેક ટુ બેક 3 વિકેટ મેળવતા ન્યૂઝીલેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. ન્યૂઝીલેન્ડની ટીમનો મીડલ ઓર્ડર ફરી એક વખત નિષ્ફળ સાબિત થયો. કોઈપણ ખેલાડી સારી પાર્ટનરશીપ નોંઘાવી શક્યા નહીં. માત્ર માર્ટિન ગપ્ટિલે અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 17. 2 ઓવરમાં 111 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

રોહિતના નામે વધુ એક કિર્તીમાન

ભારતના T20 કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નવો કિર્તીમાન રચતા 150 સિક્સર મારી છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રોહિતે 3 સિક્સ ફટકારીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર રોહિત વિશ્વના બીજા અને ભારતની પ્રથમ ખેલાડી છે. માત્ર માર્ટિન ગપ્ટિલે તેમનાથી વધુ સિક્સર ફટકારી છે.

ગપ્ટિલે 107 ઈનિંગમાં 161 સિક્સ ફટકારી છે જ્યારે રોહિત શર્માએ 111 ઈનિંગમાં 150 સિક્સર ફટકારી છે. આ મેચમાં રોહિત શર્માએ 50 રન ફટકાર્યા હતા. આ સાથે જ રોહિતના નામે 26 અર્ધ શતક થઈ ગયા છે. વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 29 વખત અડધી સદી ફટકારી છે. જોકે રોહિત શર્માએ T20માં 4 સદી ફટકારી છે. જેના કારણે મોટી ઈનિંગ રમવામાં રોહિત સૌથી આગળ છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *