એક્સ્પોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત સતત બીજા વર્ષે ટોચ પર, જુઓ અન્ય રાજ્યોની સ્થિતિ

 એક્સ્પોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સમાં ગુજરાત સતત બીજા વર્ષે ટોચ પર, જુઓ અન્ય રાજ્યોની સ્થિતિ
Share

નીતિ આયોગે આજે શુક્રવારે એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સ-2021ની બીજી યાદી જાહેર કરી .છે જેમાં ગુજરાતે સમગ્ર દેશમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે રહેવાની ગૌરવ સિદ્ધિ મેળવી છે.

આ ઈન્ડેક્સ રેન્કિંગ ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના આધાર પર કરવામાં આવેલું દેશનું પ્રથમ એક્સપોર્ટ પ્રીપ્રેર્ડનેસ ઈન્ડેક્સ રેન્કિંગ છે અને તેમાં ગુજરાતે દેશના બધાં જ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ માર્ક્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સૂંચકઆંક પ્રમાણે ગુજરાતની નિકાસ તૈયારી 78.86 પર સૌથી ટોપ પર છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હી સૂંચકઆંકમાં પ્રથમ ક્રમાંકે છે જ્યારે રાજઘાની દિલ્હી બાદ ગોવા, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ આવે છે.

નીતિ આયોગે બહાર પાડેલા આંકડા પ્રમાણે 78.86 આંક સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે બીજા નંબરે 77.14 આંક સાથે મહારાષ્ટ્ર છે. આ લિસ્ટમાં કર્ણાટક ત્રીજા સ્થાને રહ્યું છે જે અગાઉ 9માં ક્રમાંકે હતું. જ્યારે તમિલનાડુ ચોથા ક્રમે રહ્યું છે. આ ટોપ ફોર રાજ્યો કોસ્ટલ કેટેગરીના રાજ્યો છે.

શું છે EPI?

એક્સ્પોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ (EPI)ના માળખામાં મુખ્યત્વે 4 આધારસ્તંભ છે – નીતિ, વ્યવસાયની ઈકોસિસ્ટમ, નિકાસની ઈકોસિસ્ટમ, નિકાસની કામગીરી.

વળી આ માળખામાં 11 પેટા આધારસ્તંભો છે – નિકાસ સંવર્ધન નીતિ, સંસ્થાકીય માળખું, વેપારવાણિજ્યનું વાતાવરણ, માળખાગત સુવિધા, પરિવહન માધ્યમો થકી જોડાણ, ધિરાણની સુલભતા, નિકાસલક્ષી માળખાગત સુવિધા, વેપારને પ્રોત્સાહન, સંશોધન અને વિકાસનું માળખું, નિકાસમાં વૈવિધ્યકરણ અને વૃદ્ધિલક્ષી અભિગમ.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *