ગ્રામ પંચાયતની ચૂંટણીઃ ઘરે બેઠા-બેઠા એક ક્લિક પર આ રીતે જાણો તમારા ગામમાં કોણે સરપંચ અને સભ્યમાં ભર્યું છે ફોર્મ

 ગ્રામ પંચાયતની ચૂંટણીઃ ઘરે બેઠા-બેઠા એક ક્લિક પર આ રીતે જાણો તમારા ગામમાં કોણે સરપંચ અને સભ્યમાં ભર્યું છે ફોર્મ
Share

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગ્રામ્ય સ્તરે ચૂંટણીનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે. રાજયમાં 10 હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.

આ વચ્ચે તમે બધા પોતાના ગામની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોણે ફોર્મ ભર્યું તે જાણવા આતુર હશો. ત્યારે અમે આપને જણાવીશું કે તમે ઘેર બેઠા જ પોતાના ગામના ઉમેદવારોનું નામ કેવી રીતે ચેક કરી શકશો. ગુજરાત ચૂંટણી પંચ ઉમેદવારોની યાદી જાહેર કરે છે તેથી તમે આ વર્ષની ચૂંટણીમાં જોડાનારા તમારા ગામના ઉમેદવારોની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકો છો.

અહીં ક્લિક કરી જાણો કે તમારા ગામમાં કોણે સરપંચ અને સભ્યમાં ભર્યું છે ફોર્મ

ગોઠવાઈ રહ્યા છે રાજકીય સોગઠા

વિધાનસભાની ચૂંટણી પહેલા ગામડાઓમાં પોતાના ગુ્પનાં સરપંચો આવે તે માટે નેતાઓ અત્યારથી રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે. ભલે ગ્રામ પંચાયતની ચૂંટણી સીધી રીતે કોઈ પક્ષનાં બેનર હેઠળ લડાતી નથી પરંતુ રાજકીય પક્ષોનું સમર્થન હોય છે.

ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજી સંગઠનની રચનામાં અટવાયેલા છે, કોંગ્રેસમાં તો હજી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. જેને જોતા વિપક્ષ નબળું પુરવાર સાબિત થઈ શકે છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી EVMથી નહિ પરંતુ બેલેટ પેપરથી કરવામાં આવશે કારણ કે આટલી મોટી સંખ્યામાં EVM રાજય ચૂંટણી પંચ પાસે નથી. લાંબા સમય બાદ બેલેટ પેપરથી ચૂંટણીઓ યોજવામાં આવશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *