ગ્રામ પંચાયતની ચૂંટણી બની ગ્લેમરસઃ ગુજરાતની આ મોડલની રાજકારણમાં એન્ટ્રી, સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું

 ગ્રામ પંચાયતની ચૂંટણી બની ગ્લેમરસઃ ગુજરાતની આ મોડલની રાજકારણમાં એન્ટ્રી, સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું
Share

ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે હવે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસબની છે. મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે દાવેદારી નોંધાવી છે.

સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ બેઠક પર ચાર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આવામાં કાવીઠા ગામની જ અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે.

એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. તેમજ તાલુકા પંચાયતના સભ્ય અને એપીએમસી બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે.

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ કરે છે. એશ્રાએ ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઈન્ટ્સ, રેમન્ડ શૂટિંગ્સ સામેલ છે. એશ્રાએ 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહીં, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.

ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવું જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *