આંબેડકર જન્મ જયંતિ પર સરકારની ભેટઃ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ

 આંબેડકર જન્મ જયંતિ પર સરકારની ભેટઃ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરાઈ
Share

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તિ સરકારે મોટી ભેટ આપી છે. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

આ વિશે માહિતી આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમાર જણાવ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારે અપાતી સહાયની આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરીને રૂપિયા 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.

મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો આ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવામાં મહત્વની ભૂમિકા અદા કરશે.

મંત્રીએ ઉમેર્યું કે, વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે. આ વધારાનો SC/ST, OBC, EBC, માયનોરિટી વિદ્યાર્થીઓને લાભ મળશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *