ઔર કિતના ટાઈમ લગેગાઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દોઢ કલાક જોવી પડી રાહ, જાણો કેમ એકલા અટુલા બેસી રહ્યા…

મહેસાણા ખાતે આજે ભાજપ મહિલા મોરચા દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યકમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર .પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કાર્યક્રમના નિર્ધારિત સમય કરતા દોઢ કલાક લેટ આવ્યા હતા. જેના કારણે લોકોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. ન માત્ર લોકો પરંતુ પ્રદેશ અધ્યક્ષની રાહમાં નીતિન પટેલ પણ એકલા સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. આખરે દોઢ કલાકના લાંબા ઈંતજાર બાદ સી.આર. પાટીલ આવ્યા અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થઈ.
મહેસાણા ખાતે આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ 1501 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ મહામંત્રી રાજાનીભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી.