આણંદ: દર્દીનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં રૂપિયા પડાવવા વેન્ટિલેટર પર રખાયા, પેટલાદ તાલુકાની ખાનગી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ

 આણંદ: દર્દીનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં રૂપિયા પડાવવા વેન્ટિલેટર પર રખાયા, પેટલાદ તાલુકાની ખાનગી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ
Share

આણંદ: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલ તપન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તપન હોસ્પિટલ સામે મૃતક દર્દીના સગાએ ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યા બાદ ભારે ખળભળાટ મચ્યો છે.

દર્દી મીનાબેન જસભાઈ પરમારની તબિયત બે દિવસ પહેલા અચાનક ખરાબ થતાં તેમને પેટલાદ સ્થિત તપન હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમને આઈસીયુ વોર્ડમાં સારવાર અર્થે ખસેડાયા હતા. થોડા સમયની સારવાર બાદ તેમની તબિયત સુધારા પર જણાઈ હતી. જોકે, ત્યારબાદ થોડીવારમાં ફરી તેમની તબિયત લથડી હતી. દર્દીની તબિયત વધુ ખરાબ થતા તેમના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

દર્દીના સગા ધાર્મિક સોલંકી નામના યુવાને વીડિયો જાહેર કરીને હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા હતા. તેમના આક્ષેપ મુજબ, હોસ્પિટલ વાળા ને અમરી વારંવાર ની વિનતી છતાં અમારાં દર્દી અંગે અમને બિલકુલઅંધારામાં રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે અમારા સ્વજનનું અવસાન હોસ્પિટલમાં પહેલા જ થઈ ગયુ હતું. જોકે તેમ છતાં પોતાનાં આર્થિક નફા માટે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખી અમોને અમારાં સ્વજન જીવિત છે તેવુ જણાવી આઇસીયુમાં જ રાખી મૂક્યા હતા અને અમારી વારંવારની વિનંતી બાદ આખરે હોસ્પિટલ તરફથી અમને અમારાં સ્વજન મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.

ખરેખર જે દર્દીનુ મૃત્યુ થયુ છે તેને ઓક્સિજન સપોર્ટ પર રાખી તેના શ્વાસ ચાલુ છે તેવું સગાને બતાવી પોતાનાં આર્થિક લાભ માટે આ હોસ્પિટલ દર્દી અને તેના સગાને લૂંટી રહી છે તેમ મૃતક દર્દીના સગાએ આક્ષેપ કર્યા હતા. વીડિયોમાં યુવકે એ પણ જણાવ્યું હતું કે, અમે આજે તંત્ર સમક્ષ રજૂઆત કરીએ છીએ કે અમને ત્વરિત ન્યાય મળે આને સારવાર ના નામે લોકો ને લૂંટતી આ તપન હોસ્પિટલ પેટલાદ પર ન્યાયિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

અહેવાલ : ચિંતન સુથાર, અમદાવાદ

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *