દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે દિલ્હી હાઈકોર્ટ લાલઘુમ, કોરોના ગાઈડલાઈન મુદ્દે આપ્યો મોટો આદેશ

 દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે દિલ્હી હાઈકોર્ટ લાલઘુમ, કોરોના ગાઈડલાઈન મુદ્દે આપ્યો મોટો આદેશ
Share

કોરોના મહામારી ફરી ભારતમાં ફરી ઉથલો મારી રહી છે.દેશભરમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે. જોકે આ સમયમાં સરકાર દ્વારા કોવિડ19 ગાઈડલાઈન્સનું કડક પાલન કરવાના સૂચનો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધતા જતા કેસ વચ્ચે આજે દિલ્હી હાઈકોર્ટ લાલઘુમ જોવા મળી. કોર્ટે એક આદેશમાં કહ્યું કે જો ફ્લાઈટ દરમિયાન મુસાફરો કોરોના મહામારીની સામે લડવાના સૂચવેલા જરૂરી નિયમોનું પાલન ન કરે અને ચાલુ મુસાફરીએ જો માસ્ક ન પહેરો તેમને નો ફ્લાય લિસ્ટ એટલેકે બેન લિસ્ટમાં મુકી દો.

દિલ્હી હાઈકોર્ટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને આદેશ આપ્યો છે કોરોનાનું સંક્રમણ ટાળવા માટે બનાવાયેલ ગાઈડલાઈનનું કડક પાલન કરાવો અને એરપોર્ટ-એરોપ્લેન બધે જ કોવિડ પ્રોટોકલનું ચુસ્તપણે પાલન કરાવો.

દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વીપિન સંઘી અને જસ્ટિસ સચિન દત્તાએ આદેશ કર્યો કે હવાઈ મુસાફરી દરમિયાન જે મુસાફર માસ્ક ન પહેરે અથવા હાયજિનના નિયમોનું યોગ્ય પાલન ન કરે તેમને નો ફ્લાય લિસ્ટમાં મુકો એટલેકે પ્રતિબંધિત કરો.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *