કાગળ મોંઘાં થતાં નોટબુકમાં 20 ટકા ભાવ વધારો, ગુજરાતના એક કરોડ વાલીઓ પર 500 કરોડનો બોજો

 કાગળ મોંઘાં થતાં નોટબુકમાં 20 ટકા ભાવ વધારો, ગુજરાતના એક કરોડ વાલીઓ પર 500 કરોડનો બોજો
Share

કાગળ મોંઘા થતા સ્ટેશનરીના ભાવ આસમાને પહોંચ્યા છે. નોટબુકમાં 20 ટકા ભાવવધારાના પગલે ગુજરાતના એક કરોડ વાલીઓ પર અંદાજે 500 કરોડનો બોજો આવશે. રોજે રોજે વધી રહેલી કારમી મોંઘવારીમાં ભણવાનો ખર્ચો વધતાં વાલીઓ માટે પડતા પર પાટું સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

પેપર, રો-મટિરિયલ, લેબર, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાથી સ્ટેશનરીના ભાવ વધ્યા છે. જેના કારણે વાલીઓ પર વધારાનો આર્થિક બોજો આવ્યો છે. વિવિધ કંપની-મેન્યુફ્રેક્ચરર દ્વારા એ-4, એ-5 અને સ્મોલ સાઇઝની નોટબુકના ભાવ વધારાયા છે. આ ભાવ વધારાથી ગુજરાતના એક કરોડ જેટલા વાલીનો 700થી 800નો ખર્ચો વધતાં અંદાજે 500 કરોડ કરતાં વધારે બોજો આવશે.

સતત વધતી મોંઘવારી વચ્ચે વાલીઓને ફી સહિત વાન, યુનિફોર્મના ખર્ચ સાથે નોટબુક-સ્ટેશનરીનો બોજો પણ આવશે. જૂન-જુલાઇમાં સ્ટેશનરીના ભાવ હજુ વધે તેવી શક્યતા છે. નોટબુકની સાથે પેન-પેન્સિલ, કલર, રબરના ભાવ પણ વધ્યા છે.

સ્ટેશનરીના ભાવ

સ્ટેશનરી જૂના ભાવ નવા ભાવ
એ-4 320 પાના 100-120 120-140
એ-5 સિંગલ લાઇન 50-65 65-75
એ-5 ડબલ લાઇન 50-65 65-75
એ-5 સ્કેવર 50-65 65-75
એ-5 ફોર લાઇન 50-65 65-75
સ્મોલ 80 20-25 25-30
એ-4 ડ્રોઇંગ બુક   30-45 35-40
એ-3 ડ્રોઇંગ બુક 25-35 30-40
પેન્સિલ 40-50 55-60
રબર 18-20 25-30
કલર 30-40 45-60

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *