ખેડૂત આંદોલનને 1 વર્ષ: આંદોલનના 7 દિવસ બાદ પણ વોટર કેનન સામે ખેડૂતો ન થયા ટસથી મસ

 ખેડૂત આંદોલનને 1 વર્ષ: આંદોલનના 7 દિવસ બાદ પણ વોટર કેનન સામે ખેડૂતો ન થયા ટસથી મસ
Share

કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરાયેલા ત્રણ નવા કૃષિકાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું.સાત દિવસ પૂર્ણ થયા બાદ પણ ખેડૂતોનો જુસ્સો ઓછો થયો ન હતો. બંને પક્ષે નિવેદનો પણ આવી રહ્યાં હતા. જોકે હરિયાણાના કૃષિ મંત્રી જે.પી. દલાલે કહ્યું હતું કે ખેડૂતો સદબુદ્ધિથી કામ લે અને વાટાઘાટો કરે. આ લાહોર કે કરાચી નથી. દેશની રાજધાની છે.

દરમિયાન ખેડૂત આંદોલન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બપોરે બેઠક યોજાઈ હતી. તેમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર તેમજ રેલવે અને વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સિંધુ સરહદે ખેડૂત નેતાઓએ કેન્દ્ર સાથેની આગામી બેઠક મુદ્દે ચર્ચા કરી હતી. કિસાન સંગઠનો અને સરકાર વચ્ચે ચોથા તબક્કાની બેઠક ગુરુવારે યોજાશે, પરંતુ કિસાન સંગઠનોએ કેન્દ્રીય મંત્રી તોમરનો વાતચીત કરવાના હેતુથી પાંચથી દસ ખેડૂતોની સમિતિ બનાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતી

નોંધનીય છે કે ખેડૂતોએ 26 નવેમ્બરે ‘દિલ્હી ચલો’ માર્ચ શરૂ કરી હતી, જેને દિલ્હી સરહદે રોકી દેવાઈ હતી. ત્યાર પછી જ પંજાબ, હરિયાણાના ખેડૂતો દિલ્હી-હરિયાણાની ટિકરી, સિંધુ સરહદ અને ઉત્તરપ્રદેશના ખેડૂતો દિલ્હી-નોઈડા સરહદે હાઈ-વે નજીક ધરણાં કરી રહ્યાં હતા.

સિંધુ સરહદે ખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરીને નારા લગાવ્યા હતા. આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હવે મધ્યપ્રદેશના ખેડૂતો પણ આગળ આવ્યા હતા. ખેડૂતોના આંદોલનમાં પંજાબના કબડ્ડી ખેલાડીઓ, પહેલવાનો અને ગાયકો પણ સામેલ થઈ ગયા હતા. આ ઉપરાંત આંદોલનકારી ખેડૂતો પર વૉટર કેનનથી પાણી છોડવાના વિરોધમાં યુવા કોંગ્રેસ, કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન NSUIએ ચંદીગઢ અને જયપુરમાં દેખાવો કર્યા હતા.

.

 

 

Umesh Amin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *