Tips and Tricks: હવે ટ્રુ કોલર પર કોઈ અન્ય વ્યક્તિ નહીં શોધી શકે તમારૂ નામ, અપનાવો આ રીત

 Tips and Tricks: હવે ટ્રુ કોલર પર કોઈ અન્ય વ્યક્તિ નહીં શોધી શકે તમારૂ નામ, અપનાવો આ રીત
Share

ભારતમાં ટ્રુ કોલર એપ્લિકેશનનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે. આ એપ દ્વારા આપણને અજાણ્યા નંબરો પરથી આવતા કોલ વિશે માહિતી મળે છે. ટ્રુ કોલર એપની અંદર ઘણા એવા ફિચર્સ છે જે યુઝર્સને વિવિધ પ્રકારની સુવિધાઓ પુરી પાડે છે.

આપણામાંથી મોટાભાગના લોકોની વિગતો ટ્રુ કોલરના ડેટાબેઝમાં પહેલાથી જ સચવાયેલી હોય છે. આ ડેટાબેઝ દ્વારા તે તમને અજાણ્યા નંબર પરથી કોલ કરનાર વ્યક્તિ વિશે જણાવે છે. કોઈપણ વ્યક્તિ તમારો નંબર દાખલ કરીને ટ્રુ કોલરના ડેટાબેઝમાંથી તમારી માહિતી એકત્રિત કરી શકે છે.

જો તમે ક્યારેય આ એપનો ઉપયોગ ન કર્યો હોય તો પણ આ એપની મદદથી તમારો નંબર એન્ટર કરીને તમારી માહિતી એકઠી કરી શકાય છે. આવી સ્થિતિમાં તમારી વિગતો બહાર કાઢીને તેનો ખોટા હેતુઓ માટે ઉપયોગ થઈ શકે છે.

ત્યારે આજે અમે તમને એક ખાસ ટ્રિક વિશે જણાવીશું જેની મદદથી તમે ટ્રુ કોલરના ડેટાબેઝમાંથી તમારી માહિતી ડિલીટ કરી શકો છો. ટ્રુ કોલર તમને તમારી અંગત માહિતી ડિલીટ કરવાનો વિકલ્પ આપે છે. ત્યારે ચાલો જાણીએ શું છે એ ટ્રિક

તમારી અંગત માહિતી ડિલીટ કરવા માટે તમારે તમારૂ ટ્રુ કોલર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડશે. તો જ તમારી અંગત માહિતી ટ્રુ કોલરના ડેટાબેઝમાંથી નીકળી જશે. તમે એકાઉન્ટ ડિલીટ કર્યા વિના ટ્રુ કોલર પરથી તમારી અંગત વિગતો દૂર કરી શકતા નથી. ટ્રુ કોલર તમને આ અંગે કોઈ અન્ય વિકલ્પ આપતનું નથી.

જો તમે ટ્રુ કોલરમાંથી તમારૂ એકાઉન્ટ ડિલીટ કરવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમે ટ્રુ કોલર એપ ઓપન કરો. હવે તમે સેટિંગ્સમાં અકાઉન્ટનો વિકલ્પ પસંદ કરો. તે પછી ડિએક્ટિવેટનો વિકલ્પ પસંદ કરો.

એકવાર એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે તે પછી તમારે https://www.truecaller.com/unlistingની વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે I’m not robotનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને અનલિસ્ટ નંબર પર ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયાના 24 કલાક પછી તમારૂ નામ ટ્રુ કોલરના ડેટાબેઝમાંથી કાઢી નાખવામાં આવશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *