નવીન પહેલઃ હવે વ્હોટ્સએપ પર CSC Helpdesk, ફ્રીમાં મેળવી શકશો ડૉક્ટર પાસેથી સલાહ

 નવીન પહેલઃ હવે વ્હોટ્સએપ પર CSC Helpdesk, ફ્રીમાં મેળવી શકશો ડૉક્ટર પાસેથી સલાહ

તસ્વીર પ્રતિકાત્મક

Share

જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી તબીબી સેવાઓનો વ્યાપ વધ્યો છે. નવી ટેક્નોલોજીના કારણે તબીબી સેવાઓ સરળ બની છે. તેમાં પણ ટેલીકન્સલ્ટશીને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે આ જ શ્રેણીમાં હવે કૉમન સર્વિસ સેન્ટરે વ્હોટ્સએપ પર CSC Helpdesk નામે નવી પહેલ શરૂ કરી છે. આનો હેતું દેશના ગ્રામીણ અને દૂરદરાજના ભાગોમાં રહેતા લોકોને અલગ-અલગ સેવાઓ માટે એક જ હેલ્પ ડેસ્ક પ્રદાન કરવાનું છે.

આ પહેલના માધ્યમથી પ્રશાસન પાસે મદદ માંગવી, દૂરથી ડૉક્ટરો સાથે પરામર્શ કરવું, કોવિડ સાથે સંબંધિત સંસાધનો સુધી પહોંચ બનાવવી અને યુઝર્સના અન્ય સવાલોના સમાધાન કરવાનું સામેલ છે. વ્હોટ્સએપ પર CSC હેલ્થ સર્વિસ હેલ્પડેસ્કનો ઉપયોગ કરવો ફ્રી છે અને તે હિન્દી અને અંગ્રેજી બંન્નેમાં ઉપલબ્ધ હશે.

આ હેલ્પડેસ્કનો કેવી રીતે લેશો લાભ

  • CSC Helpdeskનો ઉપયોગ કરવા માટે યુઝર્સને પોતાના વ્હોટ્સએપ પરથી આ નંબર +917290055552 પર Hi લખવાનું રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે કઈ ભાષાનો ઉપોગ કરવા માંગો છો.
  • ભાષા સિલેક્ટ કર્યા બાદ તમારી સામે Health Issues, Covid Issues અને Lenguage Cahngeના ઑપ્શન આવી જશે.
    હવે તમે તમારી જરૂરિયાતના અનુસાર ઑપ્શન સિલેક્ટ કરી શકો છો.
  • તદ્દપરાંત જે તેનો ઉપયોગ કરવા માંગતા હોય તેઓ આ લિંક https://wa.me/917290055552/. પર સિલેક્ટ કરીને આ સર્વિસ સાથે જોડાઈ શકે છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *