મેડ ઈન ઈન્ડિયાઃ 2023ના અંત સુધીમાંમાં લોન્ચ થશે 6G, આખા વિશ્વને ભારત પૂરી પાડશે આ ટેક્નોલોજી– અશ્વિની વૈષ્ણવ

 મેડ ઈન ઈન્ડિયાઃ 2023ના અંત સુધીમાંમાં લોન્ચ થશે 6G, આખા વિશ્વને ભારત પૂરી પાડશે આ ટેક્નોલોજી– અશ્વિની વૈષ્ણવ
Share

ટેલિકોમની દુનિયામાં ભારત હવે તેજ ગતિએ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. હાલ 5G ટેક્નોલોજી લાવવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે 5G લોન્ચ થાય તે પહેલા સરકારે 6Gને લઈ પોતાનો પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સરકારની આગળની યોજના જણાવતા કહ્યું કે, ટૂંક સમયમાં જ ટેલિકોમની દુનિયામાં ભારતની બોલબાલા રહેશે.

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 2023ના અંત કે 2024ની શરૂઆતમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવામાં આવી શકે છે. મહત્વની વાત એ છે કે, ભારત પોતે જ તમામ સોફ્ટવેર બનાવવાનું છે અને બાદમાં સમગ્ર વિશ્વમાં તેનું વિતરણ કરશે. અશ્વિની વૈષ્ણવના કહેવા પ્રમાણે 6G ટેક્નોલોજી માટે દરેક જરૂરી મંજૂરી અગાઉથી જ આપી દેવાયેલી છે તેવામાં દેશના વૈજ્ઞાનિકો હવે ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.

6Gનો રોડમેપ તૈયાર છે ત્યારે 5Gને લઈ પહેલેથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. 5G માટે પણ મેડ ઈન ઈન્ડિયા સોફ્ટવેર અને પાર્ટ્સનો ઉપયોગ કરાશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આગામી વર્ષના બીજા ત્રિમાસિક સુધીમાં 5G ટેક્નોલોજીની હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. તેના અનુસંધાને ટ્રાઈ પાસેથી પણ સૂચનો માગવામાં આવેલા છે જે આગામી વર્ષે માર્ચ મહિના સુધીમાં સરકારને મળી જશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *