સાવધાન!: Amazon પાસે છે તમારી તમામ ગુપ્ત માહિતી, દૈનિક પ્રવૃતિઓ સહિતની દરેક વસ્તુ પર રાખે છે નજર

 સાવધાન!: Amazon પાસે છે તમારી તમામ ગુપ્ત માહિતી, દૈનિક પ્રવૃતિઓ સહિતની દરેક વસ્તુ પર રાખે છે નજર
Share

ઓનલાઈન શોપિંગ માટે લોકો એમેઝોન પ્લેટફોર્મને ખૂબ પસંદ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે Amazon પાસે તમારો ઘણો ખાનગી ડેટા છે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે એમેઝોન તેના યુઝર્સના ઘણા બધા ડેટા સેવ રાખે છે.

આ ખુલાસો કરી દેશે હેરાન

અમેરિકાના વર્જીનિયામાં સાંસદ ઈબ્રાહિમ સમીરાને જાણવા મળ્યું છે કે એમેઝોન તેમની ખાનગી માહિતી સંગ્રહિત કરે છે અને તેમના સંપર્કોથી લઈને તેમની દૈનિક પ્રવૃત્તિઓ સુધીની દરેક વસ્તુની જાણકારી તેમની પાસે હોય છે. આ કારણથી સમીરાએ આ મામલે એમેઝોનનો વિરોધ પણ કર્યો છે.

તમારી આ માહિતી છે એમેઝોન પાસે

સમીરાએ એમેઝોનને પૂછ્યું કે, એમેઝોન પાસે તેમની કઈ માહિતી છે અને તેની સાથે ન્યૂઝ એજન્સી રોઈટર્સના સાત રિપોર્ટરોએ પણ પોતાની માહિતી માંગી. આ બધા પરથી જાણવા મળ્યું કે તમારો ડેટા એલેક્સા તેમજ કિન્ડલ જેવા વિવિધ ઉપકરણોમાંથી એકત્રિત કરવામાં આવી રહ્યો છે. તમે કોને ક્યારે મળો છો, તમે કયા ગીતો સાંભળો છો, તમે કઈ ફિલ્મો જુઓ છો, તમને શું ગમે છે અને શું નથી ગમતું, એમેઝોન પાસે આ બધું જ છે.

કેમ આવું કરે છે એમેઝોન

જ્યારે એમેઝોનને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના ગ્રાહકોની અંગત માહિતી શા માટે સંગ્રહિત રાખે છે, તો તેઓએ કહ્યું કે તેઓ આ એટલા માટે કરે છે જેથી તેઓ તેમના યુઝર્સને વધુ સારી સેવાઓ આપી શકે. એમેઝોન અનુસાર, આવી માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે છે અને યુઝર્સનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *