યોજના અધ્ધરતાલ!: ગુજરાત યુવક કોંગ્રેસના પ્રવક્તાએ મુખ્યમંત્રીને પત્ર લખી ફરી સૂર્યોદય યોજના શરૂ કરવાની કરી માગ

ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ખેડૂતને રાત્રી મુશ્કેલીઓ ન પડે તે માટે સૂર્યોદય યોજના ચાલુ કરવામાં આવેલ હતી. આ સૂર્યોદય યોજનામાં ગુજરાતના 30 જિલ્લાઓના 2,409 ગામડાંઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. પરંતુ આજે ગુજરાત મોટા ભાગના ગામડાંઓ આ યોજના ફિયાસ્કો સાબિત થઈ છે અને ગુજરાતના ખેડૂત રાત્રીના સમયે ઠંડીમા પાણી વાળવા લાચાર બન્યા છે.
ત્યારે ગુજરાત યુવક કોંગ્રેસના પ્રવક્તાએ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપ્રેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને માંગણી કરી છે કે ખેડૂતને રાત્રીના જગ્યાએ દિવસે વીજળી આપવામાં આવે જેથી ખેડૂતને ઠંડીમાં ન જવું પડે અત્યારે રાત્રીમાં વીજળી આપવામાં આવે છે.
ગીર વિસ્તારના ખેડૂતોને ઠંડી અને જંગલી પ્રાણીઓ બંન્નેનો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જ્યારે સામાન્ય માણસ ઠંડીમાં હુફાળી ચાદરમાં સૂવાની પસંદ કરતો હોય છે ત્યારે ગુજરાતનો ખેડૂત 10 ડિગ્રી તાપમાનમાં ન છૂટકે પાણી વાળવા મજબૂર હોય છે.
ગુજરાતની સરકારે માનવતાની દ્રષ્ટિએ આ ખેડૂત સામે જોવે અને સૂર્યોદય યોજનાને ફરી શરૂ કરે. પહેલા સૂર્યોદય યોજના ચાલુ કરવામાં આવી હતી ત્યારે વારંવાર લોડ સેંટીગના નામ પર પાવર કાપવામાં આવતો હતો એટલે હવે ખેડૂતની એ પણ માંગ છે કે સરકાર દિવસે ખેતીવાડીનો પુરેપુરો પાવર આપે.