વન-ડેમાં કેપ્ટન કોહલીનું પત્તું કટઃ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત, રહાણેની જગ્યાએ રોહિતને વાઈસ કેપ્ટનની જવાબદારી, હવેથી વન-ડેમાં ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે

 વન-ડેમાં કેપ્ટન કોહલીનું પત્તું કટઃ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત, રહાણેની જગ્યાએ રોહિતને વાઈસ કેપ્ટનની જવાબદારી, હવેથી વન-ડેમાં ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે
Share

ભારતીય ટીમ ઓમિક્રોનની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં 3 વન-ડે અને 3 ટેસ્ટ મેચ રમવાની છે. આ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે અને વન-ડે સિરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થશે.

ત્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર જઈ રહેલ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ તેમની પાસેથી વાઈસ કેપ્ટનશીપ છીનવાઈ ગઈ છે.

રોહિત શર્મા વન-ડેના નવા કેપ્ટન

આ સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ વન-ડેના કેપ્ટશીપમાં પણ ફેરફાર કર્યો છે. હવેથી T20 સાથે સાથે વન-ડે (ODI) ટીમની કમાન પણ રોહિત શર્માને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે T20I સિરીઝમાં ન્યુઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

રહાણે અને પુજારા પર ફરી મુકાયો વિશ્વાસ

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાં 8 બેટર, 2 વિકેટકીપર, 2 સ્પિનરો અને 6 ફાસ્ટ બોલરોનો સમાવેશ થાય છે. ઓપનિંગની જવાબદારી રોહિત અને કેએલ રાહુલ સંભાળશે. પસંદગીકારોએ ફરી એકવાર અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જઈ રહેલી ભારતીય ટેસ્ટ ટીમ

 • બેટરઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી
 • વિકેટકીપર્સઃ રિષભ પંત, રિદ્ધિમાન સાહા
 • સ્પિનર્સઃ આર. અશ્વિન, જયંત યાદવ
 • ફાસ્ટ બોલરઃ ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ
 • સ્ટેન્ડબાય ખેલાડીઓઃ નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચહર, અર્જન નાગવાસવાલા

ટેસ્ટ સિરીઝનું નવું શિડ્યુલ

 • પ્રથમ ટેસ્ટ – 26 થી 30 ડિસેમ્બર 2021 (સેન્ચ્યુરિયન)
 • બીજી ટેસ્ટ – 3 થી 7 જાન્યુઆરી 2022 (જોહાનિસબર્ગ)
 • ત્રીજી ટેસ્ટ – 11 થી 16 જાન્યુઆરી 2022 (કેપ ટાઉન)

વન-ડે સિરીઝનું નવું શિડ્યુલ

 • પ્રથમ વન-ડે – 19 જાન્યુઆરી 2022 (પાર્લ)
 • બીજી વન-ડે – 21 જાન્યુઆરી 2022 (પાર્લ)
 • ત્રીજી વન-ડે – 23 જાન્યુઆરી 2022 (કેપ ટાઉન)

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *