IPL 2022: આવતા વર્ષે IPL ભારતમાં જ યોજાશે, BCCI સચિવે કરી મોટી જાહેરાત

 IPL 2022: આવતા વર્ષે IPL ભારતમાં જ યોજાશે, BCCI સચિવે કરી મોટી જાહેરાત
Share

BCCIના સેક્રિટેરી જય શાહે IPLની આગામી સીઝન અંગે મોટી જાહેરાત કરી છે. IPLની 15મી સિઝન ભારતમાં જ આયોજિત કરાશે. જય શાહે IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સની જીતની ઉજવણી માટે આયોજિત ‘ધ ચેમ્પિયન કોલ’ કાર્યક્રમમાં આ વાતની પુષ્ટિ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, મને જાણ છે કે તમામ ચેપોકમાં ચેન્નઈની ટીમને જોવા માગે છે. એ સમય હવે બહુ દૂર નથી. આઈપીએલની 15મી સીઝન ભારતમાં યોજાશે અને તેમાં બે નવી ટીમોના ઉમેરા સાથે તે પહેલા કરતા વધુ રોમાંચક હશે.

જય શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ સિઝનમાં મોટી હરાજી થવાની છે. તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે IPL માટે નવી ટીમ કોમ્બિનેશન કેવું રહેશે.’

IPL 2021ની સીઝનનો પહેલો ફેઝ ભારતમાં રમાયો હતો. જેમાં IPL ફેંન્ચાઈઝના કેમ્પમાં કોરોનાએ પગપેસારો કરી દેતા ટૂર્નામેન્ટનો બીજો ફેઝ UAEમાં આયોજિત કરવો પડ્યો હતો. લખનઉ અને અમદાવાદની ફ્રેન્ચાઈઝી IPL 2022 સીઝનમાં જોડાશે. જેથી આ સિઝનમાં કુલ 10 IPL ટીમ ભાગ લેશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *