IPL 2022: મયંક અગ્રવાલ ગુજરાત વિરૂદ્ધ જોની બેરસ્ટોને આપી શકે છે તક, જાણો સંભવિત પ્લેઈંગ-11

 IPL 2022: મયંક અગ્રવાલ ગુજરાત વિરૂદ્ધ જોની બેરસ્ટોને આપી શકે છે તક, જાણો સંભવિત પ્લેઈંગ-11
Share

IPLની 15મી સિઝનની 16મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે. ગુજરાતે બે મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. બીજી તરફ પંજાબની આ ચોથી મેચ હશે. તેણે ત્રણમાંથી બે મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો, ખરાબ ફોર્મમાં રહેલા વિજય શંકર અને મેથ્યુ વેડને લઈને ટીમ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. શુભમન ગિલે છેલ્લી મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. અભિનવ મનોહરને અત્યાર સુધી વધારે બેટિંગ કરવાની તક મળી નથી. હવે જોવાનું એ રહે છે કે તેને કયા ક્રમમાં રમવાની તક મળે છે.

બોલિંગની વાત કરીએ તો ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ટીમમાં લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી અને રાશિદ ખાન જેવા શાનદાર બોલર છે. ઈજામાંથી પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા પણ 4 ઓવર કરી રહ્યો છે. રાહુલ તેવટીયા, વરુણ એરોન અને વિજય શંકર પણ અવેજી તરીકે હાજર છે.

પંજાબ કિંગ્સની વાત કરીએ તો, ભાનુકા રાજપક્ષેની જગ્યાએ જોની બેયરસ્ટોને તક મળી શકે છે. મયંક અગ્રવાલ અને શિખર ધવન ટીમને મજબૂત શરૂઆત અપાવશે. બંને આ સિઝનમાં પોતાની પ્રતિષ્ઠા પર ખરા ઉતરી શક્યા નથી. મિડલ ઓર્ડરમાં લિવિંગ્સ્ટન, જીતેશ શર્મા, શાહરૂખ ખાન અને ઓડિયન સ્મિથ હાજર છે.

પંજાબની બોલિંગ પહેલા કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે. અનુભવી કગીસો રબાડા ઉપરાંત તેમની પાસે યુવા ઝડપી બોલર વૈભવ અરોરા અને અર્શદીપ સિંહ પણ છે. વૈભવે છેલ્લી મેચમાં ડેબ્યુ કર્યું હતું. તેણે બે વિકેટ લઈને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રારંભિક આંચકો આપ્યો હતો. ટીમ પાસે રાહુલ ચહરના રૂપમાં શાનદાર સ્પિનર ​​છે. વિકેટ લેવા ઉપરાંત રાહુલ ઓછા રન પણ આપે છે.

બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11

પંજાબ કિંગ્સ – મયંક અગ્રવાલ, શિખર ધવન, ભાનુકા રાજપક્ષે/જોની બેરસ્ટો, લિવિંગ્સોટન, જીતેષ શર્મા, શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, કગીસો રબાડા, રાહુલ ચહર, વૈભવ અરોરા, અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઈટન્સ – મેથ્યુ વેડ, શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, વરૂણ એરોન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *