દિકરી વ્હાલનો દરિયોઃ આ ભારતીય ક્રિકેટર્સની દીકરીઓના નામ છે ખૂબ જ યુનિક, જાણો તેમના નામનો શું થાય છે અર્થ

 દિકરી વ્હાલનો દરિયોઃ આ ભારતીય ક્રિકેટર્સની દીકરીઓના નામ છે ખૂબ જ યુનિક, જાણો તેમના નામનો શું થાય છે અર્થ
Share

ભારતીય ક્રિકેટરોએ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું આગવું સ્થાન હાંસલ કર્યું છે. આ ખેલાડીઓના બાળકો પણ ખાસ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. મોટાભાગના ભારતીય ક્રિકેટરોના ઘરે દીકરીઓ જન્મી છે, જેમના યૂનિક નામ રાખવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ નામોનો શું અર્થ થાય છે.

એમએસ ધોની

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ની એકની એક દીકરી જીવા સિંહ ધોનીનો જન્મ 6 ફેબ્રુઆરી 2015ના રોજ થયો હતો. જીવા એટલે ‘ચમકદાર’.

ગૌતમ ગંભીર

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરને 2 દીકરીઓ છે, જેમના નામ આઝીન અને અનાઇઝા છે. જે બંને અરબી ભાષાના શબ્દો છે. આઝીનનો અર્થ છે ‘સુંદરતા’ અને અનાઈઝાનો અર્થ છે ‘કાબિલ એ એહતરામ’ એટલે કે ‘સન્માનિય’.

હરભજન સિંહ

અનુભવી સ્પિનર ​​હરભજન સિંહે બોલીવુડ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કર્યા છે. આ સેલિબ્રિટી કપલની દીકરીનું નામ હિનાયા હીર પ્લાહા છે. જેનો જન્મ 27 જુલાઈ 2016ના રોજ થયો હતો. ‘હિનાયા હીર’ એટલે ‘સુંદર પરી’.

આશીષ નેહરા

ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાની દીકરીનું નામ એરિયાના છે, જેનો અર્થ થાય છે ‘સૌથી પવિત્ર.’

વિરાટ કોહલી

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરી વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. ‘વામિકા’ એ હિન્દુ દેવી ‘દુર્ગા’નું નામ છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *