આજનું રાશિફળઃ આ રાશિના જાતકોનો દિવસ રહેશે સફળતાભર્યો, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

 આજનું રાશિફળઃ આ રાશિના જાતકોનો દિવસ રહેશે સફળતાભર્યો, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Share

મેષ – આજે ચંદ્ર અને શનિનું દશમું ગોચર વેપાર માટે અનુકૂળ છે. આજે તમને નોકરી સંબંધિત દરેક કાર્યમાં સફળતા મળશે. શુક્રની ધનુરાશિની અસર આ રાશિ માટે શુભ રહેશે.

વૃષભ – શુક્ર અને ચંદ્ર વ્યાપારનો વિસ્તાર કરશે. મકાન ખરીદવાની યોજના બનશે. રાજકારણીઓની કારકિર્દીમાં પ્રગતિ થાય.

મિથુન – ચંદ્ર અને શનિનું આઠમું ગોચર અને સૂર્યનું સાતમું ગોચર શુભ છે. મીડિયા અને IT નોકરીઓ સાથે સંકળાયેલા લોકો પરિવર્તનની યોજના બનાવી શકે છે.

કર્ક – ચંદ્ર અને શનિનું સાતમું ગોચર અને શુક્રનું સાતમું ગોચર વેપાર માટે અનુકૂળ છે. શિક્ષણમાં સફળતાની પ્રાપ્તિ કરવાનો દિવસ છે. ગુરુ અને શનિનું સંક્રમણ વેપારમાં થોડું ટેન્શન આપી શકે છે.

સિંહ – નોકરીમાં ચંદ્રમાના પાંચમા અને રાશિના સ્વામી સૂર્યનું આ રાશિમાં ચોથું ગોચર દ્વારા સફળતાની પ્રાપ્તિ થશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો સફળ થશે. પૈસાની લેવડ-દેવડમાં આજે સાવધાની રહો.

કન્યા – રાજકારણ સાથે જોડાયેલા લોકો તેમના કરિયરથી ખુશ રહેશે. શ્રી સુક્તનો પાઠ કરો. હનુમાનજીની પૂજા કરો.

તુલા – નોકરીમાં નવીન અવસરોની પ્રાપ્તિ તેમજ વેપારમાં નવી તકોનો લાભ છે. શ્રી સૂક્તના મંત્રો લાભદાયી રહેશે.

વૃશ્ચિક – કોઈ બાબતને લઈને નજીકના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. શિક્ષણમાં સફળતા મળશે.

ધન – ગુરુ અને ચંદ્રનું આજે સવારે 07:42 પછી એક જ રાશિમાંથી દ્વિતીય તેમજ સૂર્યના અગિયારમા ભાવમાં હોવું ખૂબ જ અનુકૂળ છે. નોકરી સંબંધિત દરેક કાર્યોમાં તમને સફળતા મળશે. ઘરના કામોમાં પૈસા ખર્ચ થશે.

મકર – આ રાશિમાં ગુરૂનો દ્વિતીય, શનિ અને ચંદ્ર અને સૂર્યનું દશમું ગોચર દરેક કાર્યમાં લાભ આપે છે. બેંકિંગ નોકરી સાથે જોડાયેલા લોકો સફળ થશે. સુંદરકાંડનો પાઠ કરો.

કુંભ – ગુરુ આ રાશિમાં છે અને ચંદ્ર હવે આ રાશિથી બારમાં સ્થાને છે. સૂર્યનું નવમું અને શનિનું બારમું ગોચર દરેક કાર્યોમાં લાભ પ્રદાન કરી શકે છે. આજનો દિવસ આનંદદાયક રહેશે.

મીન – શનિ અને ચંદ્રનું અગિયારમું ગોચર નોકરી અને વ્યવસાયમાં મોટો ફાયદો કરાવી શકે છે. બેંકિંગ અને આઈટી નોકરીઓમાં ખૂબ જ જલ્દી પ્રમોશન શક્ય છે.

નોંધ – આ લેખ માત્ર વાચકોના રસને ધ્યાને રાખીને લખવામાં આવ્યો છે. આના સત્ય હોવાની અમે પુષ્ટી કરતા નથી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *