ધર્મ દર્શનઃ નવા વર્ષે શુ તમે ઘર-પરિવારમાં ખુશહાલી અને સુખ-શાંતિ ઈચ્છો છો, તો લઈ આવો આ ‘શુભ’ વસ્તુઓ

 ધર્મ દર્શનઃ નવા વર્ષે શુ તમે ઘર-પરિવારમાં ખુશહાલી અને સુખ-શાંતિ ઈચ્છો છો, તો લઈ આવો આ ‘શુભ’ વસ્તુઓ

ફાઈલ તસ્વીર

Share

વર્ષ 2021 બસ ખતમ થવા આવ્યું છે. આ વર્ષની વચ્ચે તમામે કોરોના વાયરસનું ભયંકર સ્વરૂપ જોયું જ્યાર બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતું વર્ષ સારૂ વીતે. સામાન્ય રીતે વ્યક્તિ નવા વર્ષની શરૂઆતમાં વર્ષના શુભ અને સારા સમયની કામના કરે છે. એવામાં જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘર-પરિવારમાં ખુશહાલી અને સુખ-સાંતિ બની રહે તો આવો જાણીએ એવી કેટલીક ખાસ ચીજો વિશે જે તમે નવા વર્ષે પોતાના ઘરે લઈ જઈ શકો છો.

મોરપીંછ – ભગવાન કૃષ્ણના માથે શોભતું મોરપીંછ ખુબ જ ચમત્કારિક માનવામાં આવે છે. કહેવાય છે કે મોરપીંછથી કિસ્મત સુધરી જાય છે. તમે તમારા ઘરમાં એકથી ત્રણ મોરપીંછ રાખો, તેનાથી ભાગ્ય પરબળ થશે અને જીવનની તમામ બાધાઓ દૂર થશે.

કમલગટ્ટાની માળા – જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારા ઘરમાં કમલગટ્ટા (કમરકાકડી)ની માળા જરૂર રાખો. કમલગટ્ટા લક્ષ્મીજીને પ્રિય હોય છે. તેને તમે તમારા પૂજા ઘરમાં રાખી શકો છો. જો તમે આવું કરો છો તો તેનાથી જીવનમાં ધન સાથે જોડાયેલા પરેશાનીઓ દૂર થશે અને ધન પ્રાપ્તિના માર્ગ હાંસલ થાય છે.

ધાતુનો કાચબો – જો તમે તમારા ઘરમાં માટી કે ધાતુનો કાચબો લાવીને રાખો છો તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ શાંતિ મેળવવા માટે ચાંદી, પીતળ કે કાંસાના કાચબો ઘરમાં લાવી શકો છો પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આ કાચબાને તમે ઉત્તર દિશામાં રાખો. આમ કરવાથી ઘર પરિવારમાં ખુશહાલી બની રહે છે અને કિસ્મત પણ સાથ આપે છે.

પિરામિડ – શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જો પિરામિડની આકૃતિ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી ઘરનું વાતાવરણ પૉઝિટિવ બને છે. ઘરની નકારાત્મક શક્તીઓ દૂર થાય છે. જો ઘરનું વાતાવરણ પૉઝિટિવ રહેશે તો ઘર પરિવારના લોકો વચ્ચે આપસી તાલમેલ સારો બની રહેશે. એટલું જ નહીં પણ ઘરના લોકોને પોતાના ક્ષેત્રમાં પ્રગતી પણ હાસલ થશે.

ચાંદીનો હાથી – શાસ્ત્રો અનુસાર ચાંદીનો હાથી ઘરમાં રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સુખ-સમૃદ્ધિ આવે છે, એટલું જ નહીં નોકરીમાં પ્રમોશન પણ મળે છે.

મોતી શંખ – જો તમે મોતી શંખને તમારા ઘરમાં લાવીને વિધિ-વિધાન પૂર્વક તિજોરી કે ધન રાખવાના સ્થળ પર રાખો છો તો તેનાથી ધન સંબંધિત પરેશાનિયો દૂર થાય છે. મોતી શંખ ચમકીલો હોય છે. મોતી શંખ તિજોરીમાં રાખવાથી, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

નોંધ – આ લેખ માત્ર વાચકોના રસને ધ્યાને રાખીને લખવામાં આવ્યો છે. આના સત્ય હોવાની અમે પુષ્ટી કરતા નથી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *