હનુમાન જયંતિઃ સાળંગપુર મંદિર ખાતે ઉમટ્યા ભક્તો, દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી

 હનુમાન જયંતિઃ સાળંગપુર મંદિર ખાતે ઉમટ્યા ભક્તો, દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી
Share

શનિવાર અને હનુમાન જયંતિના આ સંયોગ ખૂબ ખાસ ગણાય છે. આ દિવસે હનુમાનજીના મંદિરોમાં દર્શનાર્થીઓનો જમાવડો રહેતો હોય છે. ત્યારે આસ્થાના પ્રતિક સમા બોટાદ સાળંગપુર મંદિર ખાતે હનુમાન જયંતિને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

સાળંગપુરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

બોટાદ સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. આજના ખાસ અવસર પર હનુમાનજીના દર્શન કરવા ભક્તો પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. મંગળા આરતીમાં જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. દાદાના દર્શનમાત્રથી ભક્તો ધન્ય બન્યા છે.

હનુમાન જયંતિને લઈ વિવિધ કાર્યક્રમ

આજે રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. વધુમાં આજે ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.. પંચમુખી સમુહ મારુતી યજ્ઞ યોજાશે. દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે. આ મહોત્સવમાં અંદાજે લાખો દર્શનાર્થીઓ ઉમટી પડશે.

હનુમાન જયંતિ પર વિશેષ શણગાર

હનુમાન જયંતિ પર આજે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. પીળા રંગનો સાફો અને બાળ હનુમાનજીનુ રુપ જોવા મળી રહ્યુ છે. ભક્તો આ બાળ હનુમાનના દિવ્ય દર્શન કરીને ધન્ય બન્યા હતા. વધુમાં જન્મોત્સવને લઈને સમગ્ર મંદિરમાં ખાસ સજાવટ કરવામાં આવી હતી.

શનિવાર અને હનુમાન જયંતિ ખાસ સંયોગ

શાસ્ત્રવિદોના મતે હનુમાનજીની ઉપાસના અનેક રીતે ફળદાયી છે. હનુમાન ચાલીસા, સંકટમોનચન હનુમાનષ્ટક, હનુમાન બાહુક કે રામનામના જપથી પણ બજરંગબલીની કૃપા વરસે છે. હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે. વળી આજે ચૈત્રી પૂનમ પણ છે એટલે આ દિવસે હનુમાન જયંતિનો અને પિતૃકૃપા મેળવવાનો ખાસ અવસર છે.

 

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *