દેવઉઠી એકાદશી: ચાર મહિનાની યોગનિંદ્રા પછી વિષ્ણુજી જાગશે, જાણો દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?

 દેવઉઠી એકાદશી: ચાર મહિનાની યોગનિંદ્રા પછી વિષ્ણુજી જાગશે, જાણો દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?
Share

કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવપ્રબોધિની એકાદશી અને દેવઉઠી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી 14 નવેમ્બર, રવિવારના રોજ રહેશે. જોકે તિથિ ભેદના કારણે આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી રહેશે.

ધાર્મિક માન્યતા પ્રમાણે, આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશી એટલે દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ સુઈ જાય છે તે પછી કારતક મહિનાની સુદ પક્ષની એકાદશીએ યોગનિંદ્રામાંથી ભગવાન વિષ્ણુ જાગે છે.

જે ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ સૂવે છે, તેને ચાતુર્માસ કહેવામાં આવે છે. દેવઉઠી એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થઇ જાય છે. આ દિવસે શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે.

ભગવાન વિષ્ણુના જાગવા અને સૂવાના અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. દેવતાઓના દિવસ-રાતની ગણતરી મનુષ્યના દિવસ-રાતથી અલગ હોય છે. કહેવાય છે કે, સતયુગમાં ભગવાન વિષ્ણુએ શંખાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. અસુર સાથે યુદ્ધના કારણે તેઓ થાકી ગયા હતાં. તે પછી ભગવાને લગભગ ચાર મહિના સુધી આરામ કર્યો હતો.

દેવતાઓના દિવસ-રાત

દેવતાઓના દિવસ-રાતની ગણતરી માટે સૂર્યની સ્થિતિ જોવામાં આવે છે. સૂર્ય 14 જાન્યુઆરીથી મકર રાશિમાં આવશે એટલે આ દિવસથી ઉત્તરાયણ શરૂ થશે. જે સૂર્યના કર્ક રાશિમાં જવા સુધી રહેશે એટલે કે 14 જાન્યુઆરીથી 20 જૂન સુધી ઉત્તરાયણ રહેશે.

21 જુનથી સૂર્ય કર્ક રાશિમાં આવી જશે જ્યારથી દક્ષિણાયન શરૂ થશે. જે સૂર્યના ધન રાશિમાં જવા સુધી રહેશે એટલે કે
21 જુનથી 14 જાન્યુઆરી સુધી રહેશે. આમ આ જ ઉત્તરાયણ અને દક્ષિણાયનને દેવતાઓના દિવસ અને રાત છે. ઉત્તરાયણ દિવસ છે જ્યારે દક્ષિણાયન રાત છે.

નોંધ- આ લેખ ફક્ત કેટલીક માન્યતાઓના આધારે શેર કરવામાં આવ્યો છે, અમે તેની પુષ્ટિ કરતા નથી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *