આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ, ભાજપ બાગી, પક્ષપલટુ, નિષ્ક્રિય અને સિનિયર ધારાસભ્યોને ઘરે બેસાડશે!

આગામી 2022ની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ એક્શનમાં આવી ગયું છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે. ભાજપ દ્વારા એક તરફ જાહેર કરાયું છે કે 60 વર્ષની ઉંમરની મર્યાદા વિધાનસભાની ટિકિટ માટે નથી તો બીજી બાજુ એવું પણ ગોઠવાઈ રહ્યું છે કે ત્રણ ટર્મથી સળંગ ચૂંટાઈ રહેલા ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી. એટલે મોટા ભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.
ભાજપ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે ભાજપ કોઈપણ જાતની ચૂક ઈચ્છતું નથી. રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ બાગી, પક્ષપલટુ, નિષ્ક્રિય અને સિનિયર ધારાસભ્યોને ઘરે બેસાડશે.
બાગી ધારાસભ્ય
- કેતન ઈનામદાર
- મધુ શ્રીવાસ્તવ
- પુરષોતમ સોલંકી
- કુંવરજી બાવળિયા
- ગોવિદ પરમાર
- કેસરીસિંહ સોલંકી
પક્ષપલટુ ધારાસભ્ય
- જવાહર ચાવડા
- જીતુ ચૌધરી
- હકુભા જાડેજા
- પુરષોતમ સાબરિયા
- જે.વી.કાકડિયા
- અક્ષય પટેલ
- વલ્લભ ધારવિયા
નિષ્ક્રિય/વૃદ્ધ ધારાસભ્ય
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
- કૌશિક પટેલ
- જેઠા ભરવાડ
- મોહન ઢોડિયા
- બાબુ બોખરિયા
- વાસણ આહિર
- સી.કે.રાઉલજી
- શંભુજી ઠાકોર
- બાબુ જમના પટેલ
- આર.સી.ફળદુ
- નિમા આચાર્ય
- રમણ પાટકર
- બચુ ખાબડ
- કરસન સોલંકી
- અભેસિંહ તડવી
- જીતુ સુખડિયા