રાહુલ ગાંધીનો નેપાળમાં નાઈટ ક્લબનો વીડિયો વાયરલ, ભાજપે સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું- મિત્રના લગ્નમાં પણ BJPને પૂછીને જવુ પડશે?

 રાહુલ ગાંધીનો નેપાળમાં નાઈટ ક્લબનો વીડિયો વાયરલ, ભાજપે સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું- મિત્રના લગ્નમાં પણ BJPને પૂછીને જવુ પડશે?
Share

નેપાળની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક પબનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોને લઈ ભાજપે આકરા પ્રહાર શરૂ કર્યા છે.

બીજેપી સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવીયએ ટ્વીટ કર્યું કે જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં હતા. જ્યારે જ્યારે તેમની પાર્ટી મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ નાઈટ ક્લબમાં હોય છે.

બીજેપીના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે આ રાહુલ ગાંધીના અંગત જીવનનો સવાલ નથી. તેમણે ટ્વીટમાં પૂછ્યું છે કે રાહુલ ગાંધી કોની સાથે છે? શું ચીનના એજન્ટો સાથે છે? શું રાહુલ ગાંધી સેના વિરુદ્ધ ટ્વીટ કરે છે તે ચીનના દબાણમાં આવીને કરે છે? સવાલ તો પુછાશે? સવાલ રાહુલ ગાંધીનો નહીં, દેશનો છે.

જોકે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી નેપાળમાં એક મિત્રના લગ્નમાં ગયા છે. તે એક જર્નાલિસ્ટ છે. મિત્રો-પરિવારનું હોવું અને લગ્નોમાં હાજરી આપવી આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. લગ્નમાં જવું ક્રાઈમ ના ગણી શકાય. શક્ય છે કે, હવે બીજેપી એવું પણ નક્કી કરે કે, લગ્નમાં જવું ગેરકાયદે છે અને મિત્રો બનાવવા ગુનો છે.

નેપાળી અખબાર ‘ધ કાઠમંડુ પોસ્ટ’ અનુસાર, રાહુલ ગાંધી નેપાળમાં તેમની મિત્ર સુમનિમા ઉદાસના લગ્નમાં હાજરી આપવા માટે કાઠમંડુ આવ્યા છે. સુમનિમાના પિતા ભીમ ઉદાસે જણાવ્યું કે, અમે રાહુલ ગાંધીને દીકરીના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. ભીમ ઉદાસ મ્યાનમારમાં નેપાળના રાજદૂત રહી ચૂક્યા છે. તેમની પુત્રી સુમનીમા CNNની ભૂતપૂર્વ સંવાદદાતા છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *