પ્રશાંત કિશોરનો કોંગ્રેસની કાયાકલ્પ માટે એક્શન પ્લાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધી પરિવારના બહારનો હોય તેવી પુરી શક્યતા!

 પ્રશાંત કિશોરનો કોંગ્રેસની કાયાકલ્પ માટે એક્શન પ્લાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધી પરિવારના બહારનો હોય તેવી પુરી શક્યતા!

ફાઈલ તસ્વીર

Share

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે પીકેના કોંગ્રેસમાં જોડાવાની ઘણી અટકળો ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસમાં પ્રશાંત કિશોરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અન્ય મોટા નેતાઓ સાથે ઘણી બેઠકો કરી છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસના ઉત્થાન માટે 600 સ્લાઈડનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે. જેમાં નવા કોંગ્રેસના ફોર્મથી લઈને ચૂંટણી જીતવાની રણનીતિ સામેલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોરને પાર્ટીમાં સામેલ કરવા માટે સોનિય ગાંધીની ગ્રીન સિગ્નલ મળી ગઈ છે. હવે યુપીએ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના મોટા નેતાઓ સાથે પીકેની બેઠક થશે અને તે પછી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

પ્રશાંત કિશોરનો કોંગ્રેસની કાયાકલ્પ માટે એક્શન પ્લાન

 • કોંગ્રેસના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યોનુ પાલન
 • ગાંધી પરિવાર બહારના રાષ્ટ્રીય અધ્યક્ષ
 • જો ગાંધી પરિવારમાંથી કોઈ વ્યક્તિ અધ્યક્ષ બને તો બિન-ગાંધી વ્યક્તિને કાર્યકારી અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ બનાવવા
 • રાહુલ ગાંધી સંસદીય બોર્ડના પ્રમુખ
 • ચાપલુસ નેતાઓને સાઈડ લાઈન કરવા
 • પરિવારવાદનો અંત લાવવા માટે ‘એક પરિવાર, એક જ ટિકીટ’
 • પાયાના કાર્યકરોને મજબૂત કરવા સૂચન
 • જમીન સાથે જોડાયેલ 15000 નેતાઓની ટીમ બનાવી, 1 કરોડ કાર્યકર્તાઓ તૈયાર કરવા
 • સેવા દળ સાથે સમાન વિચારધારા ધરાવતા સંગઠનો, એનજીઓ જોડવા
 • યુપી, બિહાર, ઓડિશા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ગોવા, છત્તીસગઢ જેવા અનેક રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત
 • બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળમાં ગઠબંધન મજબુત કરવું
 • ગઠબંધન ભાગીદારો સાથે બેઠક વહેંચણીની ફોર્મ્યુલાનો પણ સમાવેશ
 • મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, કેરલ અને ગુજરાતમાં જમીન સ્તર ઉપર પાર્ટીને મજબુત કરવી.
 • કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી સહિત તમામ હોદ્દાઓ માટે નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવો

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *