ગહેલોતને રાજ્યસભા મોકલી માનભેર વિદાયનો તખ્તો તૈયાર!, સચિન બનશે રાજસ્થાન સરકારના નવા પાયલોટ

 ગહેલોતને રાજ્યસભા મોકલી માનભેર વિદાયનો તખ્તો તૈયાર!, સચિન બનશે રાજસ્થાન સરકારના નવા પાયલોટ
Share

રાજસ્થાનમાં નવા જુનીના એંધાણ સર્જાઈ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી અશોક ગેહલોતની વિદાય નક્કી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિન પાયલોટ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બની શકે છે.

સૂત્રો તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે, અશોક ગેહલોતને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. આ સાથે જ અશોક ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની પણ રેસમાં રહેશે. મહત્વનું છે કે, રાજસ્થાનમાં 4 જુલાઈએ રાજ્યસભાની 4 બેઠકો પર ચુંટણી થવાની છે.

ગેહલોતની ખાલી કરેલ બેઠક પર તેમના પુત્ર વૈભવ ગેહલોતને ટિકિટ મળી શકે છે. અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગહેલોતને પાયલોટ સરકારમાં કેબિટ મંત્રી બનાવાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે, ગત બુધવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગુરુવારે સચિન પાયલટે સોનિયા સાથે લગભગ એક કલાક સુધી મુલાકાત કરી હતી. આ પહેલા પાયલોટે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી.

સોનિયા ગાંધી સાથેની મુલકાત બાદ અશોક ગહેલોત ખુદ એવી સ્પષ્ટતા કરી ચુક્યા છે કે પોતાનો રાજીનામા પત્ર કાયમી ધોરણે સોનિયા ગાંધી પાસે પડ્યો છે. તેઓ ઇચ્છે ત્યારે તેના ઉપર નિર્ણય લઈ શકે છે. તેમજ અશોક ગહેલોત પહેલાથી સત્તા કરતા સંગઠનને વધુ મહત્વ આપવાની વાત કરતા આવ્યા છે. તેમના જ કહેવાથી ડૉ. રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્ય મંત્રીના પદેથી રાજીનામું આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનવા તૈયાર થયા હતા.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *