અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત પ્રવાસે, સૌરાષ્ટ્રમાં રેલી-રોડશો યોજી કરશે શક્તિપ્રદર્શન

 અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત પ્રવાસે, સૌરાષ્ટ્રમાં રેલી-રોડશો યોજી કરશે શક્તિપ્રદર્શન
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ચૂંટણીને લઈ તમામ પક્ષો રેલી અને સભાનું આયોજન શરૂ કરી દીધું છે. એક બાદ એક નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં પુરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.

આ વચ્ચે અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. ચૂંટણી પ્રચાર માટે આ વખતે તેઓ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે. 11 મેથી બે દિવસ તેઓ રાજકોટમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રોડ શો, જાહેરસભા અને આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન કરશે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત સ્થાપના દિનના દિવસે અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાત લીધી હતી. ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું હતું. આ દરમિયાન તેમણે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં હાજરી આપી હતી.

આ મહાસંમેલનમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો. આ વખતે AAP-BTPની સરકાર બનશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *